ગુજરાત
ફેક્ટરીમાં કામ કરતી વખતે મશીન પાસે પટકાયેલા શ્રમિક યુવાનનું મોત
શહેરની ભાગોળે કુવાડવા નજીકના કુચીયાદળ ગામે આવેલી ફેક્ટરીમાં કામ કરતો મુળ એમપીનો ચોવીસ વર્ષનો યુવાન સાંજે મશીન પાસે કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે કુવાડવા નજીક આવેલા કુચીયાદળ રહેતો છુટુ મહેશભાઇ નામદેવ (ઉ.વ.24) અહિની સફર પોલીફાઇબર પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતો હોઇ સાંજે તે મશીન પાસે કામ કરી રહ્યો હતો ત્યારે પાછળ ફરવા જતાં ડ્રો સ્ટેન્ડમાં પડી જતાં માથામાં ઇજા થઇ હતી. લોહીલુહાણ હાલતમાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તૌફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃત્યુ પામનાર છુટુ બે ભાઇમાં નાનો હતો અને એકાદ મહિના પહેલા જ અહિ મજૂરી કરવા હતો. બનાવને પગલે અન્ય મજુરોમાં શોક છવાઇ ગયો હતો