Site icon Gujarat Mirror

મેટોડા જીઆઇડીસીમાં શ્રમિક યુવાનનું મકાન ઉપરથી પટકાતા મોત

oplus_2097152

સવારે પાર્કિંગમાં મૃતદેહ પડ્યો હોય પાડોશીએ પોલીસને જાણ કરી

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું રાત્રીના સમયે મકાન ઉપરથી પટકાતા ગંભીર ઇજા થતા ધટના સ્થળે મોત નીપજ્યુ હતુ.

જાણવા મળતી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશનો વતની અને હાલ મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં.1માં આવેલા અંજલીપાર્કમાં રહેતો અંકુલ રામચંદ્ર શર્મા (ઉ.વ.23)નામનો યુવાન રાત્રીના કોઇ પણ સમયે તેના મકાનના પહેલા માળેથી નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તેનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ.

સવારે પાડોશી ઉઠતા પાર્કિંગમાં અંકુલનો મૃતદેહ પડયો હોય જેથી પોલીસને જાણ કરતા મેટોડા પોલીસ ધટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇ એક બહેનમાં નાનો અને પરણીત હતો તે મેટોડામાં કારખાનામાં મૂજરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version