Site icon Gujarat Mirror

મોરબીના રફાળેશ્ર્વર નજીક ટ્રકે પલટી મારતા ચાલક યુવકનું મોત

તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો અકસ્માતમાં માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા ટ્રક ચાલકનું મોત થયું હતું.
રાજસ્થાનના વતની જયપ્રકાશ ઉર્ફે વિકાસ લાલચંદ બીબાન (ઉ.વ.26) વાળાએ ટ્રક આરજે 49 જીએ 5476 ના ચાલક પ્રદીપભાઈ મહાવીરપ્રસાદ બીબાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલક પ્રદીપભાઈ બીબાને પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો જેથી ટ્રક ચાલક પ્રદીપભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version