Site icon Gujarat Mirror

વેપારી યુવાનને ત્રિપુટી ઠગ ટોળકીએ માર્યો રૂા.16.51 લાખનો ધુંબો

 

જામનગરના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકી નો શિકાર બન્યા છે. રાજસ્થાનની પેઢીના નામે રૂૂપિયા 16.51 લાખનું ડીહાઈડ્રેડ ઓનિયન મંગાવી લીધા બાદ નાણાં ચૂકવવા માટે હાથ ખંખેરી લેવા અંગે રાજસ્થાન, ભાવનગર અને જામનગરના ત્રણ શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગતો એવી છે કે જામનગરમાં બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ ની સામે આવેલી ઓશિયાનિક ફુડ લિમિટેડ નામની કંપની કે જેમાં જયદીપભાઇ મહેન્દ્રભાઈ ભૂત સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે વર્ષોથી નોકરી કરે છે.

જેણે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રાજસ્થાનના રવિ કુમાર નાઈ જામનગરના રાહુલ ગાગિયા અને ભાવનગરના નિકુંજ ગોસ્વામી સામે રૂૂપિયા 16,51,640 ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ગત જાન્યુઆરી માસમાં ફરિયાદીની પેઢીમાંથી વોટ્સએપ કોલિંગના માધ્યમથી ડીહાઈડ્રેડ ઓનિયન ની ખરીદી કરી હતી, અને સાડા દસ હજાર કિલોગ્રામ જેટલું ઓનિયન ખરીદ કર્યા પછી તેની 16 લાખ 51 હજાર ની રકમ નો ચેક આપ્યો હતો.

જે ચેક બેંકમાંથી નાણા ના અભાવે પાછો ફર્યો હતો. ત્યારબાદ રકમની માંગણી કરવા જતાં ત્રણેયએ પોતાના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાથી રાજસ્થાન સુધી વેપારી દ્વારા તપાસ કરી લેવામાં આવી હતી, પરંતુ આરોપી અથવા તેની પેઢીનો કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી આખરે આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. અને તપાસનો દોર રાજસ્થાન તેમજ ભાવનગર સુધી લંબાવ્યો છે.

 

 

 

Exit mobile version