Site icon Gujarat Mirror

મોરબીમાં ખૂંટિયો આડે ઉતરતા બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજાથી મોત

પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસે બાઈક આડો ખુંટીયો ઉતરતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતુંમોરબી તાલુકાના ધૂળકોટ ગામના રહેવાસી યુવરાજ હસમુખભાઈ ઝાલા (ઉ.વ.22) નામના યુવાન ગત તા. 16 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યે મોરબીના પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસેથી પોતાનું બાઈક જીજે 36 એજી 3518 લઈને જતા હતા ત્યારે રસ્તામાં ખૂટીયો આડો આવતા બાઈક સ્લીપ થયું હતું અકસ્માતમાં યુવરાજને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

ડમ્પર સાથે બાઈક અથડાતા યુવાનનું મોત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર પરપ્રાંતીય યુવાને પોતાનું બાઈક રોંગ સાઈડમાં ચલાવી સામેથી આવતા ડમ્પર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ડમ્પર નીચે આવી જતા બાઈક ચાલક યુવાનનું મોત થયું હતુંમૂળ મધ્યપ્રદેશના વતની સુખરામભાઈ મુન્નાભાઈ ઉર્ફે ઓમ્ભાઈ બોરેલોએ બાઈક એમપી 11 એનજે 0330 ના ચાલક આકાશભાઈ કાલુભાઈ ભાંભર (ઉ.વ.25) રહે સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ લેબર ક્વાર્ટર મૂળ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01 ના રોજ આકાશ ભાંભર પોતાનું બાઈક એમપી 11 એનજે 0330 પુરઝડપે ચલાવી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર અશ્વમેઘ કાંટા પાસે રોંગ સાઈડમાં ચલાવી સામેથી આવતા ડમ્પર જીજે 09 એવી 2423 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર નીચે આવી જતા આકાશને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Exit mobile version