ગુજરાત
નવાગામમાં શ્રમિક યુવતીનો ગળાફાંસા ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામમાં સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રેખાબેન વિક્રમભાઈ ભુરીયા (ઉંમર વર્ષ 22) કે જેણે ગઈકાલે પોતાની વાડીમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી નારિયાભાઈ વશરામભાઈ ભુરીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં તેણીને દિવાળીના તહેવારમાં પોતાના માવતરે જવું હતું, પરંતુ તેમના સાસરીયાઓએ હમણાં માવતરે જવાની ના પાડી હતી, અને બધાની સાથે જવાનું કહેતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.