ગુજરાત
સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં તાવથી શ્રમિકનું મોત
રાજ્યમાં બેવડી ઋતુને પરિણામે રોગચાળો વકર્યો છે. જિલ્લાઓમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવના કેસ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા પ્રસીડેન્ટ કારખાનામાં મજુરી કરતા ઉતરપ્રદેશના શ્રમિકનું તાવથી મૃત્યુ નીપજ્યું હતું.
યુવકના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
મળતી વિગતો મુજબ, શહેરના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્રસીડેન્ટ કારખાનામાં મજુરી કામ કરતા અને ત્યાં જ ઓરડીમાં રહેતા અનિલ કુમાર નામના 27 વર્ષના યુવાનનું તાવથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે માલવીયા પોલીસ મથકના એ.એસ.આઇ. કે.યુ.વાળા અને સ્ટાફે કાગળો કર્યા હતા. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતુ કે, અનિલ મુળ ઉતરપ્રદેશનો વતની હતો અને તેમના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તેમને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોવાથી કારખાનામાં જ બેભાન થઇ ગયો હતો અને તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબ ડોક્ટર હિરેન મકવાણાએ જોઇ તપાસી અનિલને મૃત જાહેર ર્ક્યો હતો. અનિલના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.