રાજકોટ શહેરમાં ઘરેલું હિંસા અને પરણિતાને ત્રાસ આપવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનાની વિગત એવી છે કે,હુડકો ચોકડી પાસે આવેલા આશાપુરા નગર-1 માં હાલ પોતાના માવતરના ઘરે રહેતા 39 વર્ષીય મિત્તલબેન પીઠવાએ આ ફરિયાદ નોંધાવી છે. તેમના લગ્ન આશરે છ વર્ષ પહેલાં રણુજા મંદિરની પાછળ શિવધામ શેરી નંબર બે માં રહેતા દિલીપભાઈ હરસુખભાઈ પીઠવા સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. આ લગ્ન બંને પક્ષના બીજા લગ્ન હતા અને આ લગ્નજીવનથી તેઓને અઢી વર્ષની એક પુત્રી સાક્ષી પણ છે, જે હાલ તેના પિતા પાસે છે.
મિત્તલબેનના આક્ષેપ મુજબ, તેમના પતિ દિલીપભાઈ ઉપરાંત તેમના સસરા હરસુખભાઈ તુલશીભાઈ પીઠવા (ઉંમર 65) અને નણંદ કિરણબેન રમેશભાઈ પરમાર (ઉંમર 42) દ્વારા તેમને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્નના શરૂૂઆતના બે મહિના સારી રીતે વિત્યા બાદ, પતિ દિલીપભાઈ અવારનવાર દારૂૂ પીને ઘરે આવતા અને નાની-નાની બાબતોમાં ઝઘડા કરી મારપીટ કરતા હતા. સસરા હરસુખભાઈ અને નણંદ કિરણબેન પણ પતિને ચડામણી કરીને ઘરની અંદર અવારનવાર ઝઘડાઓ કરાવતા હતા.એટલું જ નહીં, પતિ દ્વારા ઘરખર્ચના પૈસા ન આપવા, બહાર જવા ન દેવા અને ચારિત્ર્ય પર ખોટી શંકા-કુશંકા રાખવામાં આવતી હતી. પ્રથમ વખત ગર્ભવતી હોવા છતાં તેમની કોઈ સંભાળ લેવામાં આવી નહોતી અને માર મારવામાં આવ્યો હતો.
ભોગ બનનાર મહિલાને અંદાજે સાતથી વધુ વખત ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હોવા છતાં, ઘર ચલાવવા માટે તેઓ દર વખતે સમાધાન કરી લેતા હતા. આરોપી પતિ દ્વારા મહિલાના પિતા, ભાઈ અને તેમના પ્રથમ લગ્નથી થયેલા પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. સાસરીયાઓના સતત વધતા જતા અત્યાચાર અને અપશબ્દોથી કંટાળીને મહિલા છેલ્લા દોઢ વર્ષથી પતિથી અલગ પોતાના પિયરમાં રહેવા મજબૂર બની હતી. અંતે ન્યાય મેળવવા માટે મિત્તલબેને મહિલા પોલીસ સ્ટેશનમાં રૂૂબરૂૂ જઈને ફરિયાદ નોંધાવી છે.
