ગુજરાત
ટ્રાવેલ્સની ઓફિસમાં માલવાહક લિફ્ટ તૂટતાં મહિલાનું મોત
ડોકું કાઢતા જ લિફ્ટ તૂટીને નીચે ખાબકી, લીફ્ટ કાપીને મહિલાનો મૃતદેહ બહાર કાઢવો પડ્યો
શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર નાગરીક બેંક વાળી શેરીમાં આવેલા શ્રીનાથજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં દિવાળીની આગલી રાત્રે માલવાહક લિફ્ટ તુટતા કામ કરી રહેલ મહિલાનું ફસાઈ જવાથી મોત નિપજ્યું હતું. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં ઘરની ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલી આ લિફ્ટનો કેબલ તુટતા નીચે ઉભેલી મહિલા ઉપર લીફ પડી હતી અને આ મહિલાને લીફ્ટ કાપીને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. આ મામલે હવે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સામે ગુનો નોંધાય તેવી શક્યતા છે.
મળતી વિગતો મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર નાગરીક બેંક વાળી શેરીમાં શ્રીનાથજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ચલાવતા અને ત્યાંજ રહેતા શેલૈષભાઈ પાંભરના ઘરે ગઈકાલે રાત્રે 10 વાગ્યાના સુમારે ટ્રાવેલ્સનો રસોડાનો સામાન હેરફેર કરવા માટે ત્રણ મહિલાઓ કામ કરી રહી હતી અને થોડી વાર માટે નાસતાનો બ્રેક પડતા નવાગામના માંધાતા સોસાયટીમાં રહેતા રેખાબેન શૈલેષભાઈ રાવરાણી ઉ.વ.37 અને અન્ય બે મહિલાઓ લિફ્ટ પાસે નાસતો કરતી હતી ત્યારે રેખાબેન લિફ્ટ પાસે જઈને ડોકુ કાઢી લિફ્ટ કયાં પહોંચી છે તે જોવા જતાં અકસ્માતે ત્યારે જ લિફ્ટનો કેબલ તુટતા આ લિફ્ટ નીચે પડી હતી અને નીચે ઉભેલા રેખાબેન લિફ્ટ પડવાથી માલવાહક લિફ્ટ એન દિવાલ વચ્ચે ફસાઈ ગયા હતા. દેકારો થતાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના યાત્રિકો અને ટ્રાવેલ્સ સંચાલક શૈલેષભાઈ પાંભર અને તેના પરિવારજનો તાત્કાલીક દોડી આવ્યા હતાં.
આ ઘટના બાદ તાત્કાકીલ નજીકમાં આવેલા ફેબ્રીકેશનના કારીગરને બોલાવી આ લીફ્ટ કાપવામાં આવી હતી અને રેખાબેનને બહાર કાઢવામાં આવ્યા હતાં. રેખાબેનને સારવાર માટે હોસ્પિટલમં ખસેડવામાં આવે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મકવાણા સહિતનો સ્ટાફ હોસ્પિટલે તેમજ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવની જાણ થતાં મૃતક રેખાબેનના પતિ શૈલેષભાઈ સહિતના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. ગઈકાલે શ્રીનાથજી ટ્રાવેલ્સની ટુર જવાની હોય ત્યારે રસોડાનો સામાન બસમાં ચડાવવાનો હોવાથી આ મહિલાઓને બોલાવવામાં આવી હતી. ત્યારે આ બનાવ બન્યો હતો.
દિવાળીની મનાલી જતી ટૂર માટે રસોડાનો સામાન ઉતારતી વખતે બનેલ બનાવ
નાગરિક બેંક નજીક 150 ફૂટ રીંગ રોડ પર શ્રીનાથજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દિવાળીના વેકેશનમાં મનાલીના ટુરનું આયોજન કર્યુ હોય બસ દ્વારા કુલ્લુ મનાલી ટુરમાં જતાં મુસાફરો ટ્રાવેલ્સની ઓફિસે હાજર હતા અને આ ટુરમાં જમવા સાથેની સુવિધા આપવાની હોય જેથી ટ્રાવેલ્સ અને ઘર બન્ને સાથે હોય જ્યાં ઉપરના માળે રસોડાનો સામાન રાખવામાં આવ્ય હોય તે ટુરની બસમાં ચડાવવાનો હોય જેથી રેખાબેન અને અન્ય ત્રણ મહિલાઓને રોજમદાર તરીકે શૈલેષભાઈએ ત્યાં બોલાવ્યા હતા. અને સામાન ઉતારતી વખતે લીફ્ટ તુટતા આ બનાવ બન્યો હોય ટુરમાં જતાં મુસાફરોમાં પણ ભારે શોક વ્યાપી ગયો છે.