ગુજરાત

કુવાડવા રોડ પર રસ્તો ઓળંગતી મહિલાનું બસની ઠોકરે ચડી જતાં મોત

Published

on

થોરાળા વિસ્તારમાં રહેતી મહિલાના મૃત્યુથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

શહેરની ભાગોળુ કુવાડવા રોડ પર નવાગામ પાસે રહેતો ઓળંગતી વેળાએ બસની ઠોકરે ચડી જતાં થોરાળા વિસ્તારમાં રહેતી મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં સર્વોધ્ય સોસાયટીમાં રહેતા હિરલબેન વિનોદભાઇ મકવાણા (ઉ.વ.44) નામના મહિલા ગઇકાલે સાંજે કુવાડવા રોડ પર નવાગામ પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સના ચાલકે ઠોકરે ચડાવતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.


108ના સ્ટાફે મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું છે. તેને સંતાનમાં બે પુત્ર છે. પિતાના મોત બાદ બે સંતાનોએ માતાની પણ છત્રાછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version