ગુજરાત
જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પાસે પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોર મિત્રએ માર માર્યો
શહેરના જૂના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પાસે પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોર મિત્રએ તોલમાપના વજનીયાથી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટો ખસેડાયો હતોે. બે વર્ષ પહેલા 50 હજાર ઉછીના લીધા બાદ ચૂકવતો હતો છતા મુદલ રકમની માંગણી કરી માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ આરટીઓ ઓફિસ પાછળ શીવમ સોસાયટી શેરી.નં.6માં રહેતો અને શાકભાજીના ધંધાર્થી વિજય મનુભાઇ ચુડાસમાં (ઉ.વ.35) નામનો યુવાન આજે સવારે જૂના માર્કેટ યાર્ડમાં હતો ત્યારે પરબત જાપડા અને તેની સાથેના શખ્સે તોલમાપના વજનીયાથી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ફાટે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં વિજય અને આરોપી પરબત બંને શાકભાજીનો ધંધો કરતા હોવાથી મિત્રો છે. બે વર્ષ પહેલા રમકડાના ધંધા માટે પૈસાની જરૂરીયાત હોવાથી પરબત પાસેથી રૂા.50 હજાર ઉછીના લીધા હતા. બાદમાં તેઓ વ્યાજ માંગતા બે વર્ષથી દર 10 દિવસે રૂા.3 હજાર ચૂકવતો હતો. આમ છતા આજે ‘તારે મને 50 હજાર આપવાના છે’ તેમ કહી ગાળો આપી માર માર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.