Site icon Gujarat Mirror

રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લામા રાજુલા માર્કેટીંગ યાર્ડમાં લોક સુખાકારી માટે ત્રિવિધ સુવિધાનો કાર્યક્રમ ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમા રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી,આલ્ફા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આ ત્રણ સંસ્થા આજથી શરૂૂ કરવામા આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આજથી ખેડૂતો માટે કૃષિ સેવા સહકારી મંડળી શરૂૂ કરવામાં આવી છે આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સહકારી પ્રવૃતિઓ વધુ વેગવંતી કરવા માટે અને અલગ અલગ 3 સંસ્થાના લોકાર્પણ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ.

પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરએ જણાવ્યું ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે સમયે દરેક રાજકીય પક્ષના લોકોએ સહકારી પ્રવૃત્તિ વધુ વેગવંતી બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા આજે રાજુલા શહેરમા 3 વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજયો નવા નવા આયામો નવા નવા નિયમો જે રીતે સરકાર એપ્લિમેન્ટ કરે છે તે છેવાડાના માનવી સુધી પોહચે તે માટે કઈક કરવું જોઈએ તે માટે અમે આજથી સહકારી ક્ષેત્રમાં આજથી અમારી ટીમએ કાયદેસર આજથી પ્રારંભ કર્યો છે.

કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી, પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, અશ્વિનભાઈ સાવલીયા, જે.પી.ડેર, ભાવનાબેન ગોંડલીયા, યોગેશભાઈ બારૈયા, મનુભાઈ ધાખડા,સંજયભાઈ ધાખડા, જીવનભાઈ બારૈયા, બીપીનભાઈ લહેરી, અલ્પેશભાઈ દૂઘાત, ટપુભાઈ વાઘ, માણસુર ભાઈ વાઘ, ડો.કાનજીભાઈ બલદાણીયા, કમલેશભાઈ ભેડા, હેમલ વ્યાસ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version