ગુજરાત

મોરબીમાં ત્રણ વર્ષના બાળક પર લોડરનું વ્હિલ ફરી વળતાં મોત

Published

on

બાળક લોડરના સૂપડામાં રમતું હતું, સૂપડું ઊંચુ થતા બાળક નીચે પડ્યું

મોરબીના કાલિકાનગર ગામની સીમમાં બાળક લોડરના સુપડામાં રમતું હતું ત્યારે લોડર ચાલકે સૂપડું ઊંચું કરતા બાળક નીચે પડી જતા લોડરના વ્હીલ નીચે દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું, જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે. મોરબી અને આસપાસ ફેકટરીમાં મોટા પાયે પર પ્રાંતીય મજૂર કામ કરે છે જેમાં મહિલાઓ પણ સાથે હોય છે.

પતિ પત્ની સાથે કામ કરતા હોય ત્યારે એ વખતે તેઓના બાળકો પણ ફેકટરીમાં લાવતા હોય છે. ફેકટરીમાં નાના બાળકો માટે ઘોડિયાઘર કે અન્ય વ્યવસ્થા ન હોવાથી અવાર નવાર રમતા રમતા ફેક્ટરીમાં લોડર ટ્રક કે પછી અન્ય વાહનની હડફેટે આવી જતા હોય છે તો ક્યારેક માટીના ઢગલા નીચે પણ દટાઈ જતા હોવાની ઘટના બનતી હોવા છતાં તંત્ર દ્વારા આ બાળકોના મોતની ઘટના અટકાવવા કોઈ નક્કર પગલા ભરાતા ન હોવાથી અનેક બાળકો મોતને ભેટતા હોય છે.


મૂળ એમપીના વતની અને હાલ લખધીરપુર રોડ કાલિકાનગર ગામની સીમમાં રહેતા જીતેન ગુમનસિંહ ડાવર (ઉ.વ.21) વાળાએ આરોપી લોડર વાહન જીજે 36 એસ 3717 ના ચાલક સુનીલભાઈ કાળુભાઈ મેડા (ઉ.વ.23) વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી સુનીલભાઈ મેળાએ લોડર વાળું કાલિકાનગર ગામની સીમમાં તુલસી મિનરલ્સ કારખાનાના બોઈલ મિલ વિભાગમાં આગળ પાછળ જોયા વગર ચલાવી લોડરનું આગળનું સૂપડું ઊંચું કરતા સુપડામાં રમતો ફરિયાદીનો દીકરો શિવા (ઉ.વ.3) વાળો સુપડામાંથી નીચે જમીન પર પડી જતા લોડરનું વ્હીલ માસૂમના છાતીના ભાગે ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version