મવડી મેઈન રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરે સોનાની બુટ્ટીની ચોરી કરી

ચોર નજર ચૂકવી 35,000ની સોનાની બુટ્ટી ચોરી ફરાર શહેરના મવડી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના મવડી મેઈન રોડ પર…

ચોર નજર ચૂકવી 35,000ની સોનાની બુટ્ટી ચોરી ફરાર

શહેરના મવડી વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલી ‘શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ’ નામની દુકાનમાંથી એક અજાણ્યો ચોર ઈસમ સોનાની બુટ્ટીની ચોરી કરીને નાસી ગયો છે. આ ઘટના અંગે દુકાનના માલિક અશોકભાઈ પ્રતાપભાઈ નાંઢાએ માલવીયાનગર પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો અનુસાર, પ્રહલાદ પ્લોટ શેરી નંબર 21 માં રહેતા 51 વર્ષીય સોની વેપારી અશોકભાઈ નાંઢા મવડી મેઈન રોડ પર પોતાની સોના-ચાંદીની દુકાન ચલાવે છે અને તેમનો દીકરો મિહીર પણ દુકાનના કામમાં મદદ કરે છે. ગત તારીખ 26 મે 2026 ના રોજ મંગળવારે સાંજે આશરે સાડા છ વાગ્યે તેઓ બંને દુકાને હાજર હતા અને ગ્રાહકોને સોનાના ઘરેણાં બતાવી રહ્યા હતા. ગ્રાહકોના ગયા પછી જ્યારે અશોકભાઈ ડિસ્પ્લેમાં વેચવા માટે મૂકેલા દાગીના ચેક કરીને પરત ગોઠવી રહ્યા હતા, ત્યારે તેમને સોનાની એક બુટ્ટીની જોડી ઓછી જણાઈ હતી. આથી પિતા-પુત્ર બંનેએ દુકાનમાં તમામ જગ્યાએ વ્યવસ્થિત તપાસ કરી હતી, પરંતુ બુટ્ટી મળી આવી નહોતી. જેથી તેમને ખાતરી થઈ હતી કે દુકાને આવેલા ગ્રાહકોમાંથી જ કોઈ અજાણ્યો ચોર ઈસમ નજર ચૂકવીને આ ચોરી કરી ગયો છે.

ચોરાયેલી સોનાની બુટ્ટી 22 કેરેટની હતી અને તેનું કુલ વજન 2 ગ્રામ 360 મિલીગ્રામ હતું, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 35,00(/- જેટલી થાય છે. આ ઘટના અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શેખલીયાને સોંપવામાં આવી છે.