કાલે IPL ફાઇનલ સાથે મ્યુઝિકલ – લાઈટ સાઉન્ડનો ધમાકેદાર શો

આઈપીએલ 2026નો ધમાકેદાર ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં આરસીબી બીજી વખત ટાઈટલ જીતવા માટે મેદાને ઉતરશે અને ગુજરાત ટાઇટન્સ પણ બીજી…

આઈપીએલ 2026નો ધમાકેદાર ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં આરસીબી બીજી વખત ટાઈટલ જીતવા માટે મેદાને ઉતરશે અને ગુજરાત ટાઇટન્સ પણ બીજી વખત ટાઈટલ અંકે કરવા મેદાનમાં આવશે. તો બીજી તરફ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેને લઈને હાલ અનેકવિધ પ્રશ્નો ઊભા થયા છે. આઈપીએલ ફાઈનલ પહેલાં ક્લોઝિંગ સેરેમની થશે. સમાપન સમારોહ સાંજે 6 કલાકે શરૂૂ થઈ શકે છે. 7 વાગે ટોસ થશે અને 7.30થી ફાઈનલ મુકાબલો શરૂૂ થશે.
રજત પાટીદારના નેતૃત્વ હેઠળની આરસીબી પાસે બેક ટૂ બેક ખિતાબ જીતીને ઈતિહાસ રચવાનો મોકો છે. આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ 2010, 2011 અને મુંબઈ ઈન્ડિયન્સ 2019, 2020 સતત બે વખત ટ્રોફી જીત્યા હતા. 2008થી આઈપીએલ રમી રહેલી આરસીબીએ 17 વર્ષ બાદ ખિતાબ જીત્યો હતો. ગત વર્ષે આરસીબીએ પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. આમ આરસીબી પાસે આઈપીએલમાં 2 ટ્રોફી જીતનારી ટીમ બનવાનો મોકો છે.2022માં આઈપીએલમાં 2 નવી ટીમોની એન્ટ્રી થઈ હતી. આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટ્રોફી જીતી હતી. જે બાદ ફરી એક વખત ગુજરાત પાસે ટ્રોફી જીતવાનો મોકો છે.
ગુજરાત ક્રિકેટર એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે ગુજરાત મિરર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલની ફાઇનલ અત્યંત રોમાંચક બની રહેશે કારણ કે ક્લોઝિંગ સેરેમની પણ યોજવાની છે જેમાં મીડઇનિંગ અને પોસ્ટ મેચ સેરેમનીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં મ્યુઝિકની સાથે લાઈટ એન્ડ સાઉન્ડનો ધમાકેદાર શો યોજાશે. આવતીકાલના ફાઇનલ મેચમાં ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો મેચ નિહાળવા આવી પહોંચશે.