ગુજરાત

ખોડલધામના સફળ અધિકારીઓ-કર્મચારીઓનું સ્નેહમિલન યોજાશે

Published

on

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને વિદ્યાર્થી સમિતિનું 10 નવેમ્બરે ભવ્ય આયોજન

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે.


જેમાં યુપીએસસી, જીપીએસસી, ઉપરાંત વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી યુવાનોનો સ્નેહમિલન સમારોહનું આયોજન આગામી તારીખ 10 નવેમ્બર ને રવિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું છે.


શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તારીખ 10 નવેમ્બર ને રવિવારે સવારે 10-30 થી 12-30 સુધી શ્રી ખોડલધામ મંદિરે યોજાનાર તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં સંસ્થામાંથી તાલીમ લઈને વિવિધ સરકારી વિભાગમાં હાલ ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.


આ કાર્યક્રમમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ 5 પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. જેમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યૂઝ લેટર નામના ત્રિમાસિક ન્યૂઝ લેટરનું વિમોચન કરવામાં આવશે. સાથે જ ગાંધીનગર ખાતે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શરૂૂ થનાર રિડીંગ રૂૂમનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમ વખત જીપીએસસીની અંગ્રેજી માધ્યમની ઓનલાઈન બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે.


જુનિયર યુપીએસસી બેચનો પણ પ્રારંભ કરાશે અને ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં જ ઈંઈંઝ/ગઊઊઝની તૈયારી કરાવવા માટેની બેચનો પણ પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સાહેબ, રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝરીયા સાહેબ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.


આ ઉપરાંત આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ક્ધવીનરઓ અને તેમની સંગઠન ટીમ, વિવિધ સમિતિઓના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે. હાલ આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version