લંકેશને અપમાનિત કરી નોકરીમાંથી કાઢી મુકતા લૂંટનો પ્લાન ઘડાયો

શહેરના આજી જી.આઇ.ડી.સી. ખાતે ત્રણ દિવસ પૂર્વે રાત્રિના સુમારે બનેલી ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ. 1,53,20,000 ની ‘લૂંટ વિથ મર્ડર’ કેસનો ભેદ ઉકેલવામાં રાજકોટ…

શહેરના આજી જી.આઇ.ડી.સી. ખાતે ત્રણ દિવસ પૂર્વે રાત્રિના સુમારે બનેલી ત્વની ગોલ્ડની સનસનાટીભરી અને ચકચારી રૂૂ. 1,53,20,000 ની ‘લૂંટ વિથ મર્ડર’ કેસનો ભેદ ઉકેલવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે અભૂતપૂર્વ અને ભવ્ય સફળતા મેળવી છે. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આંતરરાજ્ય આંતંક મચાવતી ગેંગનો પર્દાફાશ કરી લૂંટમાં ગયેલ સમગ્ર મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા વાહનો સહિત કુલ રૂૂ. 1,57,65,500નો મુદ્દામાલ જપ્ત કરી પેઢીના બે કર્મચારી સહીત 10 આરોપીઓની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરી છે.

પકડાયેલ આરોપીમાં પૂર્વે કર્મચારી અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુત (ઉ.વ. 27, ખેતી-મજૂરી, રહે. ચંદૌલી, યુ.પી.) હાલ તન્વી ગોલ્ડમાં નોકરી કરતો શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર (સ્થાનિક ટીપર) (ઉ.વ. 31, રહે. મોચીબજાર, રાજકોટ; મૂળ રહે. ચંદૌલી, યુ.પી.) તેમજ અનુરાગસીંગ ઓમપ્રકાશસીંગ રાજપુત (ઉ.વ. 21, રેપિડો ડિલિવરી બોય, રહે. ગાજીપુર, યુ.પી.) , વિસાલસીંગ વિનોદસીંગ રાજપુત (ઉ.વ. 23, વિદ્યાર્થી, રહે. ગાજીપુર, યુ.પી.) ,શીવમ ગીરીશચંદ્ર ગુપ્તા (ઉ.વ. 19, રેપિડો ડિલિવરી બોય, રહે. ગાજીપુર, યુ.પી.) ,વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે (ઉ.વ. 28, ટ્રાન્સપોર્ટ, રહે. સોનભદ્ર, યુ.પી.) ,પવનકુમાર શિવપ્રસાદ ચૌબે (ઉ.વ. 39, ડ્રાઇવિંગ, રહે. સોનભદ્ર, યુ.પી.) ,અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારી (ઉ.વ. 35, ટ્રાન્સપોર્ટ, રહે. મિર્ઝાપુર, યુ.પી.) ,અજીતકુમાર રામશપથ પાંડે (ઉ.વ. 24, રહે. ચંદૌલી, યુ.પી.) અને શિવમ અશોક પાંડે (ઉ.વ. 26, રહે. ચંદૌલી, યુ.પી.)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પાંચ મહિના પૂર્વે પઢી માંથી અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ નામના કર્મચારીને કાઢી મુક્યો હોય તેને પોતાના અપમાનનો બદલો લેવા અને રૂૂપિયાની જરૂૂરીયાત પૂરી કરવા આ લુંટનો પ્લાન બનાવ્યો અને તેની સાથે આ લુંટમાં હાલ મોચીબજારમાં રહેતો તન્વી ગોલ્ડ નામની પેઢીમાં હાલ નોકરી કરતો શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવારએ ટીપ આપી અને અન્ય આઠ શખ્સોની મદદથી આ લુંટને અંજામ આપ્યો હતો. લુંટ વખતે અનુરાગે બે ફાયરીંગ કર્યા છતાં લાલજીભાઈ અકબરીએ સોનું ચાંદી ભરેલો થેલો પરત મેળવવા પાછળ દોડતા અનુરાગે ત્રીજી ગોળી છાતીમાં ધરબી દીધી હતી.

ટોળકીએ લુંટ પૂર્વે રેકી કરી હતી અને તા 14ના સાંજે તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીય લીમીટેડ નામના કારખાનાની રીફાઇનરીમાંથી રૂૂ.1.53 કરોડનો સોના-ચાંદીનો માલસામાન લઇને નીકળેલા પેઢીના મેનેજર લાલજીભાઇ લાવજીભાઇ સરધારા નીકળ્યા ત્યારે એ જ સમયે મરૂૂન કલરની ટાટા ટિગોર ફોરવ્હીલ કારમાં આવેલા અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ, અનુરાગસીંગ, વિસાલસીંગ, શીવમ ગુપ્તાએ લુંટને અંજામ આપ્યો જેમાં લંકેશ અને અનુરાગસીંગે નીચે ઉતર્યા હતા અને લાલજીભાઇ પાસેથી સોના-ચાંદીનો થેલો છીનવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઇ તેમજ સિક્યુરિટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયારે અસીમ હિંમત દાખવી પ્રતિકાર કરતાં, લૂંટારુઓએ ગભરાઈને લાલજીભાઇ પર અનુરાગે પિસ્તોલમાંથી અંધાધૂંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ગંભીર ઇજાઓ થતાં લાલજીભાઇનું સ્થળ પર જ કરૂૂણ મોત નીપજ્યું હતું. લૂંટારુઓ થેલો લઇને ટાટા ટિગોર ગાડીમાં ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો હતો.

પોલીસે બનાવ સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તપાસતા શંકાસ્પદ ટાટા ટિગોર ગાડી બહારના રાજ્યની હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ પોલીસે વિલંબ કર્યા વગર પડોશી રાજ્ય રાજસ્થાનના સરહદી જિલ્લાઓની પોલીસ સાથે આંતરરાજ્ય સંકલન સાધી હાઇવે પર નાકાબંધી કરાવી હતી. દરમિયાન, રાજસ્થાનના સીરોહી જિલ્લાના પિંડવાળા પોલીસ સ્ટેશનની ટીમે ઝનાપુર સર્કલ પાસે શંકાસ્પદ ટાટા ટિગોર ગાડીને ઘેરીને અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ, અનુરાગસીંગ, વિસાલસીંગ, શીવમ ગુપ્તાને ઝડપી લીધા હતા. જેની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિડીયો કોલ મારફતે તેમની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે લૂંટનો મુખ્ય માલસામાન અન્ય બે આરોપી અજીતકુમાર રામશપથ પાંડે અને શિવમ અશોક પાંડ કિયા સોનેટ કારમાં લઈ ઉદયપુર તરફ ભાગી છૂટ્યા છે.

જેથી રાજકોટ પોલીસે તુરંત ઉદયપુર કંટ્રોલ રૂૂમ મારફતે બડગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ’કિયા સોનેટ’ કારને રૂૂ.1.53 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ટોળકીની વિશેષ પુછપરછ કરતા જાણવા મળ્યું કે, આ લુંટમાં વધુ અન્ય ચાર શખ્સો સંડોવાયેલ છે ત્યારબાદ, આરોપીઓની કબૂલાતના આધારે રાજકોટ પોલીસની એક ટીમ કચ્છના સામખીયાળી ખાતેથી દોડી ગઈ હતી અને ત્યાંથી વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે , પવનકુમાર શિવપ્રસાદ ચૌબે અને અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારીને ઝડપી પાડ્યા હતા ઉપરાંત રાજકોટમાં જ રહીને લૂંટની ‘ટીપ’ આપનાર તન્વી ગોલ્ડમાં નોકરી કરતો મૂળ યુ.પીના ચંદૌલીનો અને હાલ મોચીબજાર, રાજકોટ રહેતા શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવારને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આમ, ગણતરીના કલાકોમાં જ આખી ગેંગના 10 સભ્યોને દબોચી લીધા હતા. પોલીસે લૂંટાયેલું સોનું-ચાંદી જેમાં રિફાઇન સોનાના ઢાળિયા: આશરે 946 ગ્રામ કિંમત રૂૂ. 1,48,90,000, રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડર: આશરે 2 કિલો કિંમત રૂૂ. 4,30,000, ટાટા ટીગોર,કિયા સોનેટ મળી કુલ રૂૂ.1.57 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ મુખ્યત્વે ઉત્તર પ્રદેશના વતની છે અને મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે: શૈલેષકુમાર ખરવાર: હરિયાણાના પાલવાલ પોલીસ સ્ટેશનમાં ઇગજ કલમ 110, 333, 351(3) હેઠળ ગુનો નોંધાયેલ છે. અજીતકુમાર પાંડે યુ.પી.ના ચંદૌલી (કંદવા પો.સ્ટે.) ખાતે વર્ષ 2025માં ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલ છે. અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ: વર્ષ 2025માં ખૂનની કોશિશ અને 2018માં મારામારીના બે ગુનાઓમાં સંડોવાયેલ છે. અનુરાગસીંગ રાજપુત: યુ.પી.ના બહરીયાબાદ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્ય વધ ના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

પોલીસ તપાસમાં જનાવ મળ્યું કે લુંટનો પ્લાન પાંચ માસ પૂર્વે અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપુતે બનાવ્યો હતો જે આગાઉ તન્વી ગોલ્ડ નામની પેઢીમાં નોકરી કરતો હોય તેને માલિક સાથે ઝગડો થતા હડધૂત કરી કાઢી મુક્યો હતો જે અપમાનનો બદલો લેવા અને રૂૂપિયાની જરૂૂરીયાત ઉભી થતા લંકેશે પ્લાન બનાવ્યો હતો. અને તેમાં સ્થાનિક ટીપર તરીકે હાલના કમર્ચારી તેના ગામના શૈલેષકુમાર ખરવાર તેમજ અનુરાગસીંગ, વિસાલસીંગ, શીવમ ગુપ્તા, વેદાંત પાંડે, પવનકુમાર ચૌબે, અરવીંદ તીવારી, અજીતકુમાર પાંડે અને શિવમ પાંડેને સાથે લીધા હતા. ટોળકી મધ્ય પ્રદેશથી કારમાં રાજકોટ આવી રેકી કરી લુંટને અંજામ આપ્યો હતો.

સુત્રધાર સહિત 4નો 70 ટકા, ટીપ્સ આપનારનો 30 ટકા હિસ્સા
તન્વી ગોલ્ડ પેઢીના મેનેજર લાલજીભાઈની ગોળી ધરબી હત્યા કરી રૂૂ.1.53 કરોડના સોના-ચાંદીની લુંટમાં પોલીસે રૂૂ. 1.48 કરોડનું સોનું, રૂૂ. 4.30 લાખની ચાંદી મળી 100% મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ ની પુછપરછમાં જાણવા મળ્યું કે, લુંટનો પ્લાન બનાવનાર મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશના અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ, અનુરાગસીંગ, વિસાલસીંગ, શીવમ ગુપ્તાને લુંટ માંથી 70 ટકા હિસ્સો મળવાનો હતો જયારે વેદાંત પાંડે, પવનકુમાર ચૌબે, અરવીંદ તીવારી, શૈલેષકુમાર ખરવાર (સ્થાનિક ટીપર), અજીતકુમાર પાંડે અને શિવમ પાંડેને બાકીનો 30 ટકા હિસ્સો આપવાનું નક્કી કયું કર્યું હતું. જોકે ટોળકી નો પ્લાન સફળ થયો નહી અને તમામ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.

પોલીસ પકડે તો પ્લાન ‘બી’ પણ તૈયાર હતો પણ ફાવ્યા નહીં
પોલીસે અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ, અનુરાગસીંગ, વિસાલસીંગ, શીવમ ગુપ્તાને ઝડપી લીધા હતા. જેની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિડીયો કોલ મારફતે તેમની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે લૂંટનો મુખ્ય માલસામાન અન્ય બે આરોપી અજીતકુમાર રામશપથ પાંડે અને શિવમ અશોક પાંડ કિયા સોનેટ કારમાં લઈ ઉદયપુર તરફ ભાગી છૂટ્યા છે. જેથી રાજકોટ પોલીસે તુરંત ઉદયપુર કંટ્રોલ રૂૂમ મારફતે બડગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ’કિયા સોનેટ’ કારને રૂૂ.1.53 કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ટોળકીની વિશેષ પુછપરછ કરતા જાણવા મળ્યું કે, આ લુંટમાં વધુ અન્ય ચાર શખ્સો સંડોવાયેલ છે ત્યારબાદ, આરોપીઓની કબૂલાતના આધારે રાજકોટ પોલીસની એક ટીમ કચ્છના સામખીયાળી ખાતેથી દોડી ગઈ હતી અને ત્યાંથી વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે, પવનકુમાર શિવપ્રસાદ ચૌબે અને અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારીને ઝડપી પાડ્યા હતા ઉપરાંત રાજકોટમાં જ રહીને લૂંટની ‘ટીપ’ આપનાર તન્વી ગોલ્ડમાં નોકરી કરતો શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવારને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

રાજકોટ સહિત 4 જિલ્લા અને બે રાજ્યની પોલીસનું ઓપરેશન
રાજકોટમાં લુંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકલેવા માટે રાજકોટ પોલીસે બનાવ સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ તપાસતા શંકાસ્પદ ટાટા ટિગોર ગાડી બહારના રાજ્યની હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ પોલીસે વિલંબ કર્યા વગર પડોશી રાજ્ય રાજસ્થાનના સરહદી જિલ્લાઓની પોલીસ સાથે આંતરરાજ્ય સંકલન સાધી હાઇવે પર નાકાબંધી કરાવી હતી. દરમિયાન, રાજસ્થાનના સીરોહી જિલ્લાના પિંડવાળા પોલીસ સ્ટેશનની ટીમે ઝનાપુર સર્કલ પાસે શંકાસ્પદ ટાટા ટિગોર ગાડીને ઘેરીને 4ને ઝડપી પાડ્યા હતા. જેની વિડીયો કોલ મારફતે તેમની સઘન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે લૂંટનો મુખ્ય માલસામાન અન્ય બે આરોપીઓ ’કિયા સોનેટ’ કારમાં લઈને ઉદયપુર તરફ ભાગી છૂટ્યા છે. તુરંત ઉદયપુર કંટ્રોલ રૂૂમ મારફતે બડગાંવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ’કિયા સોનેટ’ કારને પણ ઝડપી પાડવામાં આવી હતી.

ઓપરેશન તન્વી કામગીરી કરનાર પોલીસ ટીમ

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડીશ્નલ સી.પી. ચૈતન્ય મંડલીક, ડી.સી.પી. (ક્રાઇમ) જગદીશ બાંગરવા, ડી.સી.પી. હેતલ પટેલ (ઝોન-1) અને એ.સી.પી. (ક્રાઇમ) બી.બી.બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, એસ.ઓ.જી. પી.આઇ. એન.બી.ચૌધરી, થોરાળા પી.આઇ. એસ.પી.સોંઢા, પી.એસ.આઇ. એ.એન.પરમાર, એસ.એમ.રાણા, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, ડી.પી.ઝાલા, સી.બી.જાડેજા, એમ.કે.મોવલીયા (એલ.સી.બી. ઝોન-1) સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમના જવાનોએ રાત-દિવસ એક કરીને પ્રશંસનીય કામગીરી કરી હતી.