શહેરની ભાગોળે મવડીમાં રામધણ ગૌશાળા નજીક રહેતા કર્મકાંડી યુવાને પોતાના ફલેટમાં જુગારનો પાટલો માંડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પતા ટીંચતા 8 શખ્સોને ઝડપી લીધા હતા. જયારે બીજા દરોડામાં વાછક બેડી ગામની સીમમાં જુગાર રમતા 3 શખ્સોની ધરપકડ કરી હતી. જયારે 4 શખ્સો નાશી છૂટ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ મવડી બાયપાસ રોડ પર સાવન ચોકમાં આવેલા ડાયમંડ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-101માં કેટલાક માણસો ભેગા થઇ જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસે ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા નિલેશ પ્રકાશભાઈ જોશી, હઠા મોમભાઈ ઠુંગા, હાર્દિક ધીરૂૂભાઈ ભંડેરી, શુભમ કરશનભાઈ સાકરીયા, સ્મિત વીરજીભાઈ રામાણી, રાજેશ દુદાભાઈ ભારવડીયા, રિધમ શાંતિલાલ સોરઠીયા, હીરા મોમભાઈ ઠુંગાને ઝડપી લઈ તમામ પાસે રહેલી અને પટ્ટમાંથી મળી કુલ રૂૂ.15,550ની મત્તા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, બેડી વાછકપર ગામે દાડોદ્રા પરિવારના સુરાપુરાની ડેરી નજીક જાહેરમાં કેટલાક વ્યક્તિઓ તીનપતાનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અમરશી કમાભાઈ વઢુકીયા, ભરત અંબાલીભાઈ પંચાલ, શામજી કમાભાઈ વાઢુકીયાને ઝડપી લઇ રોકડ 5670ની મત્તા કબ્જે કરી કુવાડવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન અવચર ધરમશીભાઈ ચંદ્રાલા, રામજી કમાભાઈ વઢુકીયા. શંભુ મંછાભાઈ બાબરીયા ત્રણેય, પરસોતમ ધનજીભાઈ રાબડીયા નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે.
