ગુજરાત

રૂા.500ની લાંચ લેતા પકડાયેલા મોરબીના પોલીસ કર્મચારીને 5 વર્ષની સજા ફટકારાઇ

Published

on

5 વર્ષ પહેલાના કેસમાં કોર્ટનો ચુકાદો

કહેવાય છે કે તમારું કરેલું ખોટું કામ તમારો સાથ નથી છોડતું. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. અહી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂૂપિયાની લાંચ માંગી હતી. જેના કેસમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂૂપિયાની લાંચ માંગી હતી. જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતી અને આરોપીને પકડી લીધો હતો. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે.


હકીકતે આ સમગ્ર મામલો 17 માર્ચ 2014નો છે. જેમાં ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉના ભાભી પૂજાને તેના પતિ પાસે નૈરોબી જવાનું હતું. આ માટે તેમણે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેના માટે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. પુજાબેનને 17 માર્ચ 2014ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version