Uncategorized
લેંગ લાઈબ્રેરીમાં ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત કવયિત્રી સંમેલન યોજાયું
ખ્યાતનામ કવયિત્રિીઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી : બહોળી સંખ્યામાં કાવ્ય રસિકો, ભાવિકો રહ્યા હાજર
લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત અરવિંદ મણિયાર લાયબ્રેરી જુબેલી બાગ ખાતે તા. 17/11/24 રવિવારે સાંજે 5 થી 7 કલાકે કવયિત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 14 નવેમ્બર થી 20 નવેમ્બર લાયબ્રેરી સપ્તાહની ઊજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યાં છે. જેમાં બુકટોક, પુસ્તક પ્રદર્શન અને બહેનો દ્વારા સ્વરચિત કાવ્ય રચનાનું પઠન જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા. રાજકોટનાં ખ્યાતનામ કવયિત્રી જશુબેન બકરાણીયા, હેમલબેન દવે, વનિતાબેન રાઠોડ,વિદ્યાબેન ગજજર, ઝંખનાબેન વાસાણી, શીતલબેન ભાડેશિયા અને નવોદિત કવયિત્રી નિર્મળાબેન પાતળીયા વગેરે એ એમની રચનાઓ પ્રસ્તુત કરી. બહોળી સંખ્યામાં કાવ્ય રસિકો ભાવકો હાજર રહ્યા હતા.
લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ પરિવારનાં રાજેશભાઈ માંડલિયા, કમલેશભાઈ બલભદ્ર, કવિ મનોજભાઈ શુક્લ, દિનકરભાઈ દેસાઈ, કલ્પનાબેન ચૌહાણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કવયિત્રી બહેનોને પુસ્તક તથા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન વનિતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. કવયિત્રીશ્રીઓ દ્વારા સ્વરચિત રચનાનું પઠન કરવામાં આવી. આ કવયિત્રી સંમેલનની શરુઆત જાણીતાં કવયિત્રી હર્ષવી પટેલનાં શબ્દોથી કરવામાં આવી એક પીંછૂ મોર થઈ ટહૂકી શકે, શક્યતાનાં દ્વારને ઉબંર નથી. આ ઉપરાંત વિવિધ પ્રકારની કવિતાઓ રજૂ કરવામાં આવી.