Site icon Gujarat Mirror

વેલનાથપરામાં ઘર પાસે રમતી એક વર્ષની માસૂમ બાળકીને કારચાલકે કચડી નાખી

રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમાં વારંવાર અકસ્માત સર્જાયા હોવાની અને ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવવામાં વેલનાથપરામાં રહેતા પરિવારની એક વર્ષની માસુમ બાળકી સંધ્યા ટાણે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે પૂરપાટ ઝડપે થશે આવેલા કાળના ચાલકે બાળકીને ઠોકે ચઢાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જના કાળજા ચાલક સહિતનો પરિવાર માસુમ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો પરંતુ બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોતની પત્તા પરિવારમાં શોખની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા વેલનાથપરામાં રહેતા પરિવારની કાવ્યાબેન જયેશભાઈ બાબરીયા નામની એક વર્ષની માસુમ બાળકી સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે બહાર રમતી હતી તે દરમિયાન ત્યારથી પૂરપાટ ઝડપે ધસી આવેલા કારના ચાલકે બાળકીને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલક અને પરિવાર દ્વારા બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ બાળકીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક કાવ્યાબેન બાબરીયાના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે મૃતક કાવ્યાબેન બાબરીયા બે બહેનોમાં નાની હતી. જીવલેણ અકસ્માત સર્જનાર કાર ચાલક પોતાની કારમાં જ બાળકીને હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો પરંતુ બાળકીનો જીવ બચ્યો નહિ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે કારચાલક વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

Exit mobile version