ગુજરાત
સદર બજારના હરિહર ચોકમાં આવેલી મોબાઇલની દુકાનમાં તોડફોડ
સદર બજાર પાસે આવેલા હરિહર ચોકમાં આવેલી આર.કે.ટેલીકોમ નામની મોબાઇલ એસેસરીઝ નામની દુકાનમાં ચાર્જરનો કેબલ બદલાવવા મામલે લુખ્ખા તત્વોએ કુહાડી અને તલવારના ઘા ઝીંકી મોબાઇલની દુકાનના કાચ ફોડી આંતક મચાવ્યો હતો. ત્યાર બાદ દુકાનના સંચાલકને ધમકી આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. તેમજ આ અંગે એ ડીવીઝન પોલીસના સ્ટાફે તપાસ શરૂ કરી છે.