અમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મ

અમરેલીના પીપળલગની 17 વર્ષિય સગીરા સાથે મધ્યપ્રદેશ અને રાંઢીયાના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું. બંનેએ બિભત્સ ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરા…

અમરેલીના પીપળલગની 17 વર્ષિય સગીરા સાથે મધ્યપ્રદેશ અને રાંઢીયાના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું. બંનેએ બિભત્સ ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

17 વર્ષિય સગીરાએ મધ્યપ્રદેશના અતુલ અમલીયાર અને રાંઢીયાના સાગર લાલભાઈ સોલંકી સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં સગીરાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા બંનેએ સગીરા સાથે સોશય્લ મીડિાય થકી વાતો કરી હતી. ત્યારબાદ અતુલ અમલીયારએ સગીરાને કુંકાવાવ ખાતે ઓવલા ગાર્ડનમાં બોલાવી હતી. અહીં સગીરાની જાતીય સતામણી કરી હતી. આ અંગે સાગર સોલંકીએ ફોનમાં પાડી લીધા હતા.