Site icon Gujarat Mirror

મોરબીના મોટા દહીસરામાં નકલી દારૂ બનાવતી મિનિ ફેકટરી ઝડપાઇ

મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે બે મકાનમાં એલસીબીની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નકલી વિદેશી દારૂૂની મિનિ ફેક્ટરી પકડાઈ હતી જેથી નકલી વિદેશીઓ દારૂૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કુલ 600 લિટર જેટલું કેમિકલ તથા કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ, 6.50 લાખ રૂૂપિયા રોકડા અને એક કાર આમ કુલ મળીને 20.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં 5 આરોપીને પકડવામાં આવ્યા છે અને આરોપીઓ દ્વારા ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂૂ બનાવતા હોવાનું સામે આવ્યું છે.

જેથી પોલીસે ગુનો નોંધીને મુખ્ય સુત્રાધાર સહિત આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે. ભાવનગરના તાજેતરમાં નકલી વિદેશી દારૂૂના લીધે લઠ્ઠાકાંડ થયો હતો જેમાં 13 લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા તેની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે મહેશ ઉર્ફે મુન્નાભાઈ કાંજિયા અને અજયસિંહ જાડેજાએ સાથે મળીને પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં કેમિકલમાંથી નકલી વિદેશી દારૂૂ બનાવે છે અને તેનું કાચની બોટલમાં પેકેજીંગ કરીને તેને વેચાણ કરવાની તૈયારી છે. તેવી હક્કિત મળી હતી જેના આધારે એલસીબી પીઆઇ એસ.પી.જાડેજા અને તેમની ટીમ દ્વારા ઇન્ચાર્જ એસપી સમીર સારડા અને માળિયા પોલીસને સાથે રાખીને મહેશભાઈ કાંજીયા અને અજયસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળા મકાનમાં રેડ કરવામાં આવી હતી.

ત્યારે નકલી વિદેશી દારૂૂ બનાવીને તેને કાચની બોટલોમાં ભરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેથી પોલીસે કુલ 2 ડ્રમમાંથી 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ અને 1 ડ્રમમાંથી કેમિકલ, પાણી કલર, એસેન્સ અને પ્રીઝરવેટીવ જેવું રસાયણ વિગેરે મિશ્ર કરેલ 200 લિટર પ્રવાહી અને પ્રવાહી ખેંચવાની ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટિકની નળીઓ તથા આલ્કોહોલની ક્ષમતા માપવાનું મિટર સહીતની વસ્તુઓ કબ્જે કરી હતી અને 5 આરોપીઓ મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઈ કાંજિયા (42) રહે. મોટા દહીસરા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા (26) રહે. મોટા દહીસરા. રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (38) રહે. ઋષભનગર-5 મોરબી, કાનો રમેશભાઈ સિંધવ (25) રહે. સોખડા મોરબી અને વિક્રમભાઈ કેશુભાઈ ધંધુકિયા (25) રહે. મોટા દહીસરા વાળાનો સમાવેશ થાય છે અને આ ગુનામાં મુખ્ય આરોપી અજયસિંહ બાબુભાઈ જાડેજા રહે. મોટા દહીસરા તથા તપાસમાં જેના નામ ખુલે તેને પકડવા માટેની તજવીજ કરવામાં આવી છે.

જે સ્થળે રેડ કરવામાં આવી હતી ત્યાથી બ્લેન્ડર સ્પાઈડ વ્હીસ્કીના સ્ટીકર, પુઠ્ઠાઓ બોટલીંગ અને પેકેજીંગ કરવાના અન્ય સાધન સામગ્રી મળી આવ્યા હતા જેથી નકલી વિદેશી દારૂૂ ભરેલ 23 પેટી, કાર અને 6.50 લાખ રૂૂપિયા રોકડા મળીને કુલ 20,75,444 નો મુદામાલ કબ્જે કર્યો છે. વધુમાં એસપીએ જણાવ્યુ હતું કે, આરોપી અજયસિંહ જાડેજા અને રામદેવસિંહ ઝાલા બંને જેલમાં સાથે હતા અને ત્યા સંપર્કમાં આવ્યા બાદ નકલી વિદેશી દારૂૂ બનાવીને તેનુ વેચાણ કરવા માટેનો પ્લાન બનાવેલ હતો જો કે, તેમાં આરોપીઓ સફળ થાય તે પહેલા જ એલસીબીની ટીમે આરોપીઓની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂૂ કરેલ છે.

Exit mobile version