શાપરના આધેડનો અરડોઈ ગામે મિત્રની વાડીમાં ઝાડ સાથે લટકી આપઘાત

શાપર-વેરાવળમાં રહેતા અને ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલા આધેડે અરડોઈ ગામે મિત્રની વાડીમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મિત્રો લટકતો મૃતદેહ જોઈ…

શાપર-વેરાવળમાં રહેતા અને ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલા આધેડે અરડોઈ ગામે મિત્રની વાડીમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મિત્રો લટકતો મૃતદેહ જોઈ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ શાપરમાં પરફેકટ હોટલની પાછળ રહેતાં હિતેશભાઈ રતુભાઈ ગજેરા (ઉ.48) નામના આધેડની કોટડા સાંગાણીના અરડોઈ ગામે તેના મિત્રની વાડીમાંથી ઝાડ સાથે લટકતી લાશ મળી આવી હતી.

મિત્રએ જાણ કરતા કોટડાસાંગાણી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હિતેશભાઈ એક બહેનના એકના એક મોટાભાઈ હાતં અને શ્પરમાં પાનની દુકાન ચલાવતા હતાં તેઓ ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગુમ થઈ ગયા હતાં. બાદ તેઓએ મિત્રની વાડીમાં ઝાડ સાથે લટકી આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.