Site icon Gujarat Mirror

રામનાથપરાના આધેડે મિલ્કતની તકરારમાં એ-ડિવિઝન પોલીસ મથક પાસે ફિનાઇલ પીધુ

રૈયાધારમાં જૂની અદાવતમાં યુવાન ઉપર પાડોશી શખ્સનો હુમલો

શહેરમાં રામનાથપરા વિસ્તારમાં આવેલા હુસેની ચોકમાં રહેતા આધેડે મિલકતની તકરારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફીનાઇલ પી લીધું હતું. આધેડની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરા વિસ્તારમાં આવેલા હુસેની ચોકમાં રહેતા ફિરોઝભાઈ સતારભાઈ મોટવાણી નામના 55 વર્ષના આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે હતા ત્યારે ફિનાઈલ પી લીધું હતું આધેડની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ફિરોજભાઈ મોઢવાણીને મકાન મુદ્દે તકરાર ચાલે છે અને તે બાબતે બંને પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા અને સમાધાન થઈ ગયું હોવાનું કહી બહાર ગયા બાદ ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા મારવાડીવાસમાં રહેતા સંજય કૈલાશભાઈ ભટ્ટી નામનો 21 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યા અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે જૂની અદાવતનો ખાર રાખી પાડોશી પ્રભુભાઈએ પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version