ગુજરાત
મહુવા નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતા માળિયાના આધેડનું મોત
ભાવનગર જિલ્લાના મહુવાના બાયપાસ હાઈવે, નેસવડ ચોકડી પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં માળીયા ગામના આધેડનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના માળીયા ગામમાં રહેતા હિંમતભાઈ નાથાભાઈ કળસરિયા ( ઉં.વ.42 ) તેમનું મોટરસાઇકલ નં.જી.જે.04- બી.જે. -1736 લઈને ભાદ્રોડથી તેમના ગામ માળીયા જઈ રહ્યા હતા તે દરમિયાન મહુવા બાયપાસ હાઈવે, નેસાવડ ચોકડી, બાલાજી જિનિંગ સામે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા હિંમતભાઈને ગંભીર ઇજા સાથે પ્રથમ મહુવા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક બનાવ સ્થળે ટ્રેક્ટર મૂકી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મૃતક હિંમતભાઈ કળસરિયાના ભત્રીજા રાવતભાઈ ભોળાભાઈ કળસારિયાએ ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.