Site icon Gujarat Mirror

માણાવદર વર્ધમાન જીનીંગ મિલમાં લાગી વિકરાળ આગ

oplus_2

ફાયર ફાઇટર દોડ્યા, કરોડોનું નુકસાન

માણાવદર મીતડી રોડ ઉપર આવેલા વર્ધમાન જીનીગ એન્ડ પ્રેસીગ ફેક્ટરી મા લાગેલ વિકરાળ આગથી અંદાજે ત્રણ કરોડની નુકસાનનો અંદાજ 35 થી 40 ગાડી જેટલો કપાસ બળીને ખાખ થઈ ગયો . બપોરે સાડા ત્રણ આસપાસ કપાસની ગાડી ભરેલો ટ્રક ઉતરતો હતો અને અચાનક આગ લાગતા બાજુમાં રહેલ કપાસમાં વિકરાળા આગ લાગી ગઈ હતી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા.

આગ લાગવાની ઘટનાની જાણ થતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી અને માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશ મારું પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા, માણાવદર મામલતદાર મહેશભાઈ શુક્લ માણાવદર પીએસઆઇ સોલંકી સહિતનાએ સ્થળ વિઝીટ કરી હતી. આગને કારણે વેપારીને અંદાજે ત્રણ કરોડ જેવી નુકસાની હોવાની શક્યતા વર્તાઈ રહી છે. આગ બુજાવવા માટે કેશોદ થી ફાયર ફાઈટર બોલાવવા પડ્યા હતા.

Exit mobile version