શહેરમાં 150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ પખવાડીયા પૂર્વે જ પુત્રને જન્મ આપ્યો હતો. પરિણીતએ સીઝેરીયનના દુખાવાથી કંટાળી મારે મરી જવુ છે હવે જીવવુ નથી તેવા રટણ સાથે ચુંદડી વડે ગળેટુપો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બુશધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી વનીતાબેન હિંમાશુભાઇ મકવાણા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે પોતાના હાથે ચુંદડી વડે ગળેટૂપો આપ્યો હતો. ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં વનીતાબેન મકવાણાએ 15 દિવસ પૂર્વે જ પુત્રને જન્મ આપ્યો હતો. સીઝેરીયનના દુખાવાથી કંટાળી વનીતાબેને મારે મરી જવુ છે હવે જીવવુ નથી તેવા રટણ સાથે પોતાના હાથે ટૂકો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
