Site icon Gujarat Mirror

વાજડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

 

વ્રજવાટિકામાં બીમારીથી કંટાળી ઝેરી પાઊડર પી લેનાર વૃદ્ધાએ દમ તોડયો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાજડી ગામે રહેતી હીનાબેન ભીમાભાઇ સોલંકી નામની રપ વર્ષની પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

બીજા બનાવમા યુનિવર્સિટી રોડ પર વ્રજ વાટીકા એપાર્ટમેન્ટમા રહેતા ગીતાબેન દિપકભાઇ ચાંગેલા (ઉ.વ. 6ર) એ બીમારીથી કંટાળી પોતાના ઘરે હતા ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. વૃધ્ધાનુ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version