Site icon Gujarat Mirror

પંચશીલનગરની પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા પંચશીલનગરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલા પંચશીલનગરમાં રહેતી રસીલાબેન ભાવેશભાઈ પરમાર નામની 36 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી પાવડર પી લીધો હતો.

પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં રસીલાબેન પરમારે ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં પારડી ગામે રહેતા લાલા ધીરુભાઈ કુમારખાણીયા નામના 15 વર્ષના સગીરે કોઇ અગમ્ય કારણસર બપોરના બારેક વાગ્યાના અરસામાં વાડીએ ઝેરી દવા પી લીધી હતી. જ્યારે ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી રેશમાબેન સલીમભાઈ કાદરી નામની 27 વર્ષની પરિણીતા બપોરના સાડા ત્રણેક વાગ્યે અરસામા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી.

ઝેરના પારખા કરનાર સગીર અને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version