Site icon Gujarat Mirror

કોઠારિયાના ન્યૂ ઓમનગરની પરિણીતા 2 વર્ષના પુત્ર સાથે ભેદી રીતે લાપતા

રાજકોટના કોઠારીયા ઓમવન પાસે આવેલ ન્યુ ઓમનગરમાં રહેતી બાવાજી પરિણીતા પોતાના 2વર્ષના માસુમ પુત્ર સાથે ભેદીરીતે લાપતા બની જતા આ મામલે ગુમ થનાર મહિલાના પતિએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશેષ પુછપરછ શરૂ કરી છે.મળતી વિગતો મુજબ ન્યુ ઓમનગર શેરી નં.1 બ્લોક નંબર.39માં રહેતા પ્રમોદભાઇ મુકેશભાઇ કુબાવતે આજીડેમ પોલીસ મથકમાં કરેલી ગુમસુદાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની પત્ની વિભૂતિ અને 2 વર્ષના માસુમ પુત્ર અબાંશ સાથે ગતતા. 22/03/2025ના સવારના 8:30 કલાકે પુત્ર સાથે ઘરેથી ગુમ થઇ ગઇ હતી. પ્રમોદભાઇ પોતાના સગા વ્હાલા અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હોય છતા કોઇ માહિતી નહીં મળતા આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 2 વર્ષના પુત્ર સાથે ગુમ થયેલ વિભૂતીબેનનો મોબાઇલ પણ બંધ થઇ જતા પતિએ કશુક અજુગતુ બન્યાની શંકાએ પોલીસને જાણ કરી હતી. આ મામલે આજીડેમ પોલીસે પ્રમોદભાઇની ફરિયાદને આધારે વિભૂતીબેન અને પુત્ર અબાંશને શોધવા વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version