Site icon Gujarat Mirror

જ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં પેડક રોડ ઉપર સાસરીયુ ધરાવતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જ્યુબેલી ગાર્ડન નજીક ફિનાઇલ પી લીધુ હતુ પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ હોસ્પિટલ ચોક નજીક આવેલા મુસ્લી લાઇનમાં રહેતા માવતરના ઘરે રહેતી પાયલબેન રવિભાઇ વાઘેલા નામની 23 વર્ષથી પરિણીતા સાંજના સમયે જ્યુબેલી ગાર્ડન પાસે હતી ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પાયલબેન વાઘેલા પેડક રોડ પર સાસરીયુ ધરાવે છે.

ગૃહકલેશથી માવતરના ઘરે આવેલી પાયલબેને ફિનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત અન્ય બનાવમાં જૂદા-જૂદા ચાર સ્થળે બે યુવતી અને મહિલાએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરસાણાનગરમાં રહેતી સુરભીબેન અનીલભાઇ જેઠવા નામની 18ની યુવતી અને ઢેબર રોડપર આહીર ચોકમાં કવીકલાપી ટાઉનશીપમાં રહેતા ખેરુનબેન મુશાભાઇ હાલાણી (ઉ.વ.45) કોઇ અગમ્ય કારણસર પોત પોતાના ઘરે ફિનાઇલ પી લીધુ હતુ જયારે ખત્રીવાડમાં રહેતી ખ્યાતીબેન રાજેશભાઇ પારેખ નામની 27 વર્ષની યુવતી બપોરના ત્રણ વાગ્યના અરસામાં સારદાબાગ પાસે હતી ત્યારે અકળ કારણસર એસીડ પી લીધુ હતુ. જવલનશીલ પ્રવાહી પી લેનાર બે યુવતી અને પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Exit mobile version