ગુજરાત
હલરમાં ચૂંદડી વીંટાઇ જતા ગળેફાંસો લાગી જવાથી પરિણીતાનું મોત
રાજકોટના સણોસરા ગામનો બનાવ: ખેતરમાં કામ કરતી વેળાએ ઘટનાથી પરિવારમાં ગમગીની
રાજકોટ તાલુકાના સણોસરા ગામે ખેતરમાં કામ કરતી વેળાએ હલરમાં ચૂંદળી વીટાઇ જવાથી ગળેફાંસો લાગી જતા પરિણીતાનું મોત નીપજયુ હતુ આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોક છવાયો છે.
જાણવા મળતી વિગત મુજબ સણોસરા ગામે રહેતી દિલશાનબેન આયનુમભાઇ સરેસીયા (ઉ.વ.35) નામની પરિણીતા આજે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં કામ કરતી હતી ત્યારે બાજુમાં હલર ચાલુ હોવાથી દિલશાનાબેનની ચૂંદડછ હલરમાં વીટાઇ જતા તેમને ગળેફાંસો લાગી ગયો હતો. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજયુ હતુ.