Site icon Gujarat Mirror

લાલપુરના નાંદુરી ગામે પરિણીતાનો એસીડ પી આપઘાત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં રહેતી અને ધરમપુર ગામે પરણાવેલી સુધાબેન પરેશભાઈ કરમુર નામની 23 વર્ષની પરણીતા, કે જે તાજેતરમાં પોતાના માવતરે આંટો દેવા આવી હતી, જ્યાં તેણીએ ગત 22.9.2025 ના રોજ એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું છે.

મૃતક કે જે ને છેલ્લા કેટલાક સમયથી દાઢ નો દુ:ખાવો રહેતો હતો, ઉપરાંત માનસિક બીમાર રહેતી હતી. અને તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન તેણીએ માવતર રોકાવા આવ્યા બાદ આ પગલું ભરી લીધું હતું. જે અંગે પોલીસને જાણ કરાતાં લાલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચર સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version