Site icon Gujarat Mirror

ઓફિસ બોયની નોકરી કરતા યુવાન સાથે કાર બુકિંગના નામે ગઠિયાએ પાંચ લાખ પડાવ્યા

બુકિંગ માટે આપેલા 5.50 લાખમાંથી 50 હજાર પરત આપી દીધા બાદ બાકીના ઓળવી ગયો

યાજ્ઞિક રોડ નજીક પરિક્ષીતનગર શેરી નં.1માં રહેતાં અને પારસી અગિયારી ચોકમાં સ્થિત સ્ટાર પ્લાઝામાં ઓફિસ બોય તરીકે નોકરી કરતાં સંદિપ સવજીભાઈ પરમાર (ઉ.વ.40)એ અર્ટીકા કાર લેવા માટે આપેલ રૂૂા.5 લાખ મયુર મગનભાઈ માલા નામનો શખ્સ ઓળવી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે એએસઆઈ સલીમભાઈ માડમ અને સ્ટાફે તપાસ શરૂૂ કરી છે.

સંદિપે પોલીસને જણાવ્યું કે ર0ર3માં તેણે કાર લેવી હોવાથી માધવ ઓટો એન્ડ ફાયનાન્સના મયુર માલા સાથે ઓળખાણ થઈ હતી. આરોપી મયુરે તેને કારનું 12.65 લાખનું કોટેસન કાઢી આપ્યું હતું. ત્યારબાદ 24-6-23નાં આરોપીએ ફોન કરી કટારીયા ચોકડી પાસે સો રૂૂમની અંદર પૈસા આપી દેવાનું કહેતા તેણે ત્યાં પહોંચી આરોપીને 5.50 લાખ આપી દીધા હતાં. આ સમયે આરોપીએ કાર 15-20 દિવસની અંદર ડીલીવરી થઈ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ કાર ડીલેવરી ન થતાં તેણે આરોપીને ફોન કરતાં જે અલગ અલગ બહાના બતાવા લાગ્યો હતો.

2023નાં દિવાળી સુધી કારની ડીલીવરી ન થતાં આરોપીને પેમેન્ટ પરત આપવાનું કહેતા તેને પરત આપ્યું ન હતું. જયારે નવરાત્રી સમયે આરોપીએ તેને રૂૂા. 50 હજાર પરત આપી દીધા હતાં. અને તેના ભાઈ મીલને તેમનાં પાંચ ચેક આપેલા હતાં. જે દરેક ચેકમાં એક લાખની કિંમત હતી. જે પાંચેય ચેક બાઉસ થતાં તેણે આરોપીને વાત કરી હતી. આથી આરોપીએ સમાધાનનું કહેતા તેણે સ્ટેમ્પ પેપર ઉપર 28.6.2024 સુધીમાં રૂૂપિયા પરત આપી દેવાનું લખાણ લખેલું હતું. અને કુલ ત્રણ ચેક પણ આપ્યા હતાં. જે પણ રીટર્ન થયા હતાં. ત્યારબાદ આરોપીએ નોટીસ મોકલાવી હતી.પરંતુ કોઈ જવાબ આપ્યો ન હતો.આ મામલે અગાઉ કોર્ટમાં કેસ કર્યો હતો.

Exit mobile version