Site icon Gujarat Mirror

જુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકી

એસીબી ઓફિસ પાસે બનાવ: ઘવાયેલા બંન્ને મિત્રને સિવિલમાં ખસેડાયા, આરોપી ઝડપાયો

ગઈકાલે એ ડિવિઝન પોલીસમાં પાસે આવેલા એસીબી ઓફિસ નજીક યુવાનના પગ પર બાઈક ફેરવી દેતા તેમને સમજાવવા જતા બે શખ્સોએ બે મિત્રો સાથે માથાકૂટ કરી છરીનો ઘા ઝીંકી દેતા બંનેને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ,નવા થોરાડામાં રહેતા સાહીદભાઇ અશરફભાઇ ઓડીયા(ઉ.વ.19)એ ફરિયાદમાં રેલનગરના ઉમેદ ઉર્ફે બાબર અને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદી સાહિદે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.05/09ના રોજ સાંજના હું,મારો મીત્ર ગુલામરસુલ શેખ અને જયવીન ગોહેલ એમ બધા એ ડીવીઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ રઘુવીર ખમણ ની દુકાનની સામે આવેલ એ.સી.બી ઓફીસ વાળી ગલીમાં ઉભા હતા.

ત્યારે આશરે ત્યાં નંબર પ્લેટ વગરના બે મોટર સાઇકલ વાળાઓ આવેલ અને તેમાના એક મોટર સાઇકલ વાળાએ મારા મીત્ર જયમીન ગોહેલના પગ ઉપર મોટરસાઇકલ ચડાવી દેતા મારા મીત્ર જયવીન ગોહેલે આ મોટર સાઇકલ ના ચાલક ને કહેલ કે તમે તમારૂૂ મોટર સાઇકલ ધ્યાન થી ચલાવો મને પગમાં લાગી ગયેલ છે.

જેથી આ મોટર સાઇકલના ચાલકો મારા મીત્ર જયવીન પાસે આવી બોલાચાલી તેમજ માથાકુટ કરવા લાગ્યા હતા તેથી હું તથા મારો મીત્ર ગુલામરસુલ રજાકભાઇ શેખ આ અજાણ્યા મોટર સાઇકલ ચાલકોને સમજાવવા જતા આ મોટર સાઇકલ સાથે રહેલ ઇસ્ટ્રાગ્રામમાં ફેમસ થયેલ ઉમેદ ઉર્ફે બાબર ઉશ્કેરાય ગયેલ અને ગાળો આપવા લાગેલ તેમજ આ ઉમેદ ઉર્ફ બાબરે છરી કાઢી મને કહેલ કે તારે બોવ હવા છે.તેમ કહી ને મને પેટમાં ડુંટીના ભાગે જમણી તરફ એક છરી નો એક ઘા મારી દીધેલ અને મીત્ર ગુલામરસુલ મને બચાવવા વચ્ચે પડતા આ ઉમેદ ઉર્ફ બાબરે મારા મીત્ર ને પણ પડખા ના ભાગે એક છરીનો ઘા મારી દીધો હતો અને આ સમયે બધાયે રાડા રાડી કરતા ત્યાં માણસો ભેગા થય જતા અને આ ઉમેદ ઉર્ફે બાબર અમોને ગાળો આપી ત્યાંથી તેનુ મોટર સાઇકલ લઈને ભાગી ગયા હતા.ત્યારબાદ ઘવાયેલા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એલસીબીઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે આરોપી ઉમેદ ઉર્ફે બાબર ગફારભાઇ ભાવર (ઉ.વ.19 રહે. રૂખડીયાપરા)ને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Exit mobile version