ગુજરાત
વિશ્ર્વાસધાતના ગુનામાં આઠ વર્ષથી ફરાર શખ્સ કુવૈતથી રાજકોટ દિવાળી કરવા આવ્યો ને ઝડપાયો
શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્ર્વાસધાતના કેસમાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતાં અને અગાઉ કુવૈત ખાતે નોકરી કરી ત્યાં જ સ્થાયી થઇ ગયેલા શખ્સને તે રાજકોટ દિવાળીનો તહેવાર કરવા આવ્યાની બાતમી મળતાં જ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લઇ મહિલા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.મળતી વિગતો મુજબ, જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ-4 ધ કોર્ટ યાર્ડ એ-601માં રહેતાં સુરેશ ભીખાલાલ કાટેલીયા (ઉ.વ.39-રહે. હાલ કુવૈત ખરાફી નેશનલ કંપની, રેસીડેન્સ કેમ્પ સુબેલીયા-કુવૈત સીટી રૂૂમ નં. 103) વિરૂૂધ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં તેના પત્નિએ આઇપીસી 406, 114 મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.
જો કે ગુનો નોંધાયા બાદ સુરેશ ફરાર થઇ ગયેલ અને બાદમાં તે કુવૈત સ્થાયી થઇ ગયેલ. હાલમાં દિવાળીના તહેવાર નિમીતે સુરેશ રાજકોટ આવ્યો હોવાની અને તે જુના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટી નજીક હોવાની માહિતી મળતાં તેને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન, અમૃતભાઇ મકવાણા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચોૈહાણ, સિરાજભાઇ ચાનીયા, સામતભાઇ ગઢવી, રોહિતભાઇ કછોટ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયાની ટીમે આ કામગીરી કરી હતી.