ક્રાઇમ
મોરબીમાં બે તમંચા અને એક પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો
મોરબી શહેર વિસ્તારમાં શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ સામે ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસેથી ગેરકાયદેસર દેશી તમંચા નંગ-2, પીસ્ટલ નંગ-1 એમ કુલ-3 હથિયાર તથા જીવતો કાર્ટીઝ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી.ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, વીરેન્દ્રસિંહ ઉર્ફે વીરૂૂ નટુભા જાડેજા રહે. શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી વાળા પાસે એક થેલીમાં પીસ્તોલ તથા તમંચા જેવા હથીયાર છે અને આ ઇસમ હાલે ગુજરાત હાઉસીંગ બોર્ડ સામે માર્કેટીંગ યાર્ડ સામે બેઠેલ હોવાની મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો હથિયાર તમંચા નંગ-2 કિં.રૂૂ.10,000/-, હથિયાર પીસ્ટલ નંગ-1 કિં.રૂૂ.15,000/- તથા જીવતો કાર્ટીઝ નંગ-1 કિ.રૂૂ 200/ તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.5000/ મળિ કુલ રૂૂપિયા 30,200ના મુદ્દામાલ સાથે સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી આરોપીની અટક કરી મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.