શિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે સામાકાંઠે રહેતા વધુ એક પ્રૌઢને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. જાણવા મળતી વિગત મુજબ…

રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે સામાકાંઠે રહેતા વધુ એક પ્રૌઢને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો.

જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આવેલી શિવ સૃષ્ટિ પાર્ક શેરી નં.2માં રહેતા ભરતભાઇ વલ્લભભાઇ વઘાશીયા (ઉ.વ.53) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ ઢળી પડતા તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પીટલમાંં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળી તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.

તબીબો દ્વારા હાર્ટએટેક આવતા મોત થયાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જા પામી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ અને સાહીના કારખાનામાં કામ કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.