ક્રાઇમ

ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં મનદુ:ખ રાખી કાર સળગાવી દીધી

Published

on

ભાવનગરના દેવરાજનગર-1 માં ઘર પાસે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટનામાં કારના માલિકે બે શખ્સે પથ્થરના બ્લોક વડે કારના કાચ ફોડી કારને સળગાવી દઈ રૂૂ.60 હજારનું નુકસાન તેમજ આગ ની ઘટનામાં દુકાનના શટર કાચનું બારણું તેમજ વીજ મીટર સળગી જતા દુકાનદારને રૂૂ.15,000/- નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી બંને ને ઝડપી લીધા છે.


ભાવનગરના ઘોઘા જકાતનાકા પાસે આવેલ દેવરાજનગર-01, બ્લોક નં.32/બી માં રહેતા કિશોરભાઈ નાનજીભાઈ પરમારની માલિકીની ટાટા ઈન્ડિગો માઝા કારમાં રવિવારે મોડી રાત્રીના આગ લાગતા આગમાં કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી.


આગની આ ઘટના અંગે કિશોરભાઈ નાનજીભાઈ પરમારે ભરતનગર પોલીસ માથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમના પુત્ર ઉજ્જવલ પરમારે નીતિન ઘનશ્યામભાઈ પરમાર ( રહે. સુભાષનગર, મેલડી માતાજીવાળો ખાંચો, વિજયવીર હનુમાનજી મંદિર પાછળ ) સાથે પૈસાની લેતીદેતી કરેલ હતી જેના રૂૂપિયા ઉજવલે ચૂકવી દીધા હોવા છતાં નીતિનભાઈ અવારનવાર રૂૂપિયાની માંગણી કરતો હોય, ઉજ્જવલભાઈએ પૈસા આપવાની ના કહેલ તે બાબતની દાઝ રાખી રવિવારે રાત્રિના બે વાગ્યા આસપાસ જયદીપ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમાર ( રહે શ્રી રામ સોસાયટી ) એ પથ્થરના બ્લોક વડે તેમની કારના કાચ ફોડી નાખી નીતિન ઘનશ્યામભાઈ પરમારે પેટ્રોલ છાંટીને કાર સળગાવી દીધી હતી જેમાં રૂૂ.60,000/- નું નુકસાન થયું હતું. આ ઉપરાંત આગની આ ઘટનામાં અશોકભાઈની દુકાનનું શટર, કાચના બારણા, વીજ મીટર તેમજ ઇલેક્ટ્રીક વાયર સળગી જતા તેમને પણ આશરે રૂૂ.15,000/- નું નુકસાન થયેલ છે.


આ બનાવ અંગે ભરતનગર પોલીસે નીતિન ઘનશ્યામભાઈ પરમાર ( રહે. સુભાષનગર ) અને જયદીપ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમાર વિરૂૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version