Site icon Gujarat Mirror

કુવાડવા-વાંકાનેર ચોકડી પાસેથી રામનાથપરા પાસે મંદિરમાં રહેતો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

શહેરના રામનાથપરા મહાદેવ મંદિરની સામે આવેલા મેલડી માતાજીના મંદિરમાં વર્ષોથી રહેતાં મુળ ચોટીલા પંથકના શખ્સને કુવાડવા રોડ પોલીસે રાજકોટઅવાંકાનેર ચોકડીએથી ગાંજા સાથે ઝડપી લીધો છે. પોતે ગાંજાનો બંધાણી છે અને છુટક વેંચાણ પણ કરે છે. અમદાવાદ તરફનો કોઇ શખ્સ આ ગાંજો આપી ગયાનું તે કહેતો હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,મુળ ચોટીલાના ભેટસુડાના અને હાલ રાજકોટ રામનાથપરા ભવાનીનગર રામનાથ મહાદેવ મંદિરની સામે મેલડી માતાના મંદિરમાં રહેતાં હરેશ રમેશભાઇ ગાબુ (ઉ.વ.26)ને કુવાડવા રોડ પોલીસે કુવાડવા વાંકાનેર ચોકડી પાસેથી રૂૂા. 25850ના 517 ગ્રામ ગાંજા સાથે પકડી લઇ રોકડ, મોબાઇલ મળી 40750નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કુવાડવા પોલીસની ટીમ સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ખોડુભા જાડેજા, જયદિપભાઇ ધોળકીયાને બાતમી મળી હતી કે રાજકોટ રામનાથ મહાદેવ મંદિરની સામે મેલડી માતાના મંદિરમાં રહેતો હરેશ ગાબુ કુવાડવા વાંકાનેર ચોકડીએ શંકાસ્પદ માદક પદાર્થ સાથે આવ્યો છે. આ બાતમી પરથી તેને સકંજામાં લઇ તલાશી લેતાં ગાંજા જેવો પદાર્થ મળી આવતાં એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાને જાણ કરતાં તેમણે આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ કરતાં હરેશ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રૂૂા. 25850નો ગાંજો કબ્જે કર્યો હતો.

હરેશ પાસેથી ગાંજો ઉપરાંત રોકડા 13900 અને 1 હજારનો મોબાઇલ ફોન પણ કબ્જે કરાયો છે. પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજા, જયદિપભાઇ ધોળકીયા, મેહુલસિંહ ચુડાસમા, સંજયભાઇ જાદવ સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો હરેશ વર્ષોથી રાજકોટ મંદિરમાં તથા આસપાસ રહે છે અને માંગીને ગુજરાન ચલાવે છે. તેના માતા-પિતા હયાત નથી. તે પોતે ગાંજાનો બંધાણી છે. ખર્ચો કાઢવા ગાંજાની પડકીઓ બનાવી વેંચી પણ નાખતો હોવાનું તે રટણ કરે છે. આ ઉપરાંત ચોકડીએ કોઇ અમદાવાદનો શખ્સ આ પદાર્થ આપી ગયાનું કહેતો હતો.

Exit mobile version