Site icon Gujarat Mirror

આજી વસાહતમાં ક્રેડિટ કાર્ડના પૈસાની ઉધરાણીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લીધું

રાજકોટ શહેરમાં 80 ફુટ રોડ ખોડીયારપરામાં આજી વસાહતમાં રહેતા પ્રોઢે પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે થોરાડા પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ આજી વસાહતમાં ખોડીયાર પરામાં રહેતા વિષ્ણુ દેવચંદન ફુલમાલે રોકડે(ઉ.51)નામના પ્રોઢે ફીનાઇલ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.તેમણે જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં એક દીકરી એક દીકરો છે પોતે કારખાનામાં નોકરી કરે છે અને તેઓ પતિ અને પત્ની બંને દિવ્યાંગ છે.તેઓએ ક્રેડિટ કાર્ડ લીધું હતું તેના 2.90 લાખ રૂૂપિયા ભરી દીધા બાદ 1.30 લાખ ભરવાના હોય બેંક વાળા ઉઘરાણી કરતા હોવાથી આ પગલું ભરી લીધું હતું.આ ઘટનામાં થોરાડા પોલીસે આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.

Exit mobile version