Site icon Gujarat Mirror

ઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુ

ફ્રોડના 17.70 લાખ જમા થતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો

દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ ગુના દાખલ કરાવવા રાજ્યભરની પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી શરૂૂ કરી છે.જેના ભાગરૂૂપે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુના નોંધાઈ રહ્યા છે.છે.ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટમાં મેળવી કમિશન મેળવવાના કારસ્તાન મામલે સાયબર ક્રાઈમ પોલીસે બે મિત્રો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

આ ઘટનામાં પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ જીતભાઈ પાઠકે ફરિયાદી બની ઠક્કરબાપા નગર ક્ધયા છાત્રાલય પાછળ શેરી.04માં રહેતા દિવ્યેશભાઈ દિનેશભાઈ જાદવ અને તેના મિત્ર ભગવતીપરામાં સુખ સાગર સોસાયટીમાં રહેતા તરુણ હરસુખભાઈ ધાવરી સામે કાવતરાની કલમ અને ઠગાઇની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

આ બનાવમાં જાણવા મળ્યું હતું કે,દિવ્યેશએ પોતાનું બેંક એકાઉન્ટ પાંચ હજારના કમિશનથી તેમના મિત્ર તરુણને ભાડે આપ્યું હતું એ બેંક ખાતામાં 2024ની સાલથી લઇ અત્યાર સુધીમાં ફ્રોડના કુલ 14.70 લાખ જમા થયા બાદ સગે વગે થઈ ગયા હતા.આ મામલે પ્ર. નગર પોલીસના પીએસઆઈ રાણીગાએ તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version