ક્રાઇમ

જૂનાગઢના વેપારીને સામાન મોકલવાનું કહી સુરતના શખ્સે 3.75 લાખની ઠગાઇ આચરી

Published

on


જૂનાગઢમાં સાબલપુર ચોકડીએ મીરા પોલીમર્સ નામનું કારખાનું ધરાવતા અને પ્લાસ્ટિકનો વ્યવસાય કરતાં મહમદજુનેદ સલીમભાઈ ગુંદાણીનાં ભાઈના મોબાઈલ ફોન પર 96011 26944 નંબરના મોબાઈલ ફોન ઉપરથી ગત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ફોન આવેલ અને જણાવેલ કે, તમે પ્લાસ્ટિકનો વેપાર કરતા હોય તો મારી પાસે સુરતમાં પ્લાસ્ટિકનો માલ છે તો હું તમને માલ મોકલું છું તમો મને પેમેન્ટ કરી આપજો એ રીતે વાત થઈ હતી.

ત્યારબાદ 16 સપ્ટેમ્બરના રોજ યુવાને તેના ભાઈને આવેલ મોબાઈલ નંબર વાળા જેનું ટુ કોલરમાં નામ ભાવેશ પટેલ આવતું હોય તેની સાથે વાત કરી સુરત ખાતેથી શ્રી ઉમિયાજી ટ્રાન્સપોર્ટ સર્વિસમાંથી ટ્રક ભાડે કરાવી મોકલી હતી. બાદમાં આ માણસે તેણે ભરાવેલ માલનું પેમેન્ટ રૂૂપિયા 4,02,840નું પેમેન્ટ ચૂકવી દેવાનું કહેતા આ માણસના કહેવા મુજબ પ્લાસ્ટિકનો માલ સુરત ખાતેથી રવાના થવાનો હોય તેવો વિશ્વાસ અપાવતા મહમદજુનેદે પેઢીના બેંક ખાતામાંથી 16 સપ્ટેમ્બરના રોજ રાત્રિના રાઘવજી કલુજી મકવાણાના બેંક ખાતામાં રૂૂપિયા 3.75 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ પછી ટ્રક ડ્રાઈવરનો સંપર્ક કરતા તેણે અમને અમારા માલનું પેમેન્ટ મળેલ નથી અને જે ભાઈ માલ ખરીદ કરવા આવેલ હતા તેઓ અહીંથી જતા રહેલ છે. તેમ કહ્યું હતું.


આમ જૂનાગઢના યુવાને ખરીદેલ પ્લાસ્ટિકનો માલ નહીં મોકલીને છેતરપિંડી આચરી હોવાનું અને ભાવેશ પટેલનું સાચું નામ સુરતનો જીતુ ગોરધન દેવરીયા હોવાનું જણાતા બુધવારની રાત્રે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝનનાં પી.એસ.આઇ જે આર વાજાએ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version