મોરબીના આમરણબેલા ગામે યુવકને તું મારી સાથે કામે કેમ નથી આવતો તેમ કહી એક શખ્સનો હુમલો

ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો; પોલીસ ફરિયાદ મોરબીના આમરણબેલા ગામે યુવકને ‘તું મારી સાથે કામે કેમ નથી આવતો’ તેમ કહી એક શખ્સે હુમલો કરી માર માર્યો…

ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો; પોલીસ ફરિયાદ

મોરબીના આમરણબેલા ગામે યુવકને ‘તું મારી સાથે કામે કેમ નથી આવતો’ તેમ કહી એક શખ્સે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના આમરણબેલા ગામે રહેતો આરીફ હાજીભાઈ જામ નામનો 25 વર્ષનો યુવાન બપોરના અગિયારેક વાગ્યાના અરસામાં બેલા ગામે હતો ત્યારે ઈકબાલ ઉંમરભાઈ જામ નામના શખ્સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત આરીફ જામ પહેલા ઈકબાલ જામ સાથે કામે જતો હતો બન્ને વચ્ચે પૈસાની લેતી દેતી વચ્ચે ઝઘડો થતાં આરીફ જામે સાથે કામે જવાનું બંધ કર્યુ હતું. ગઈકાલે આરીફ જામ ઘર પાસે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં બેઠો હતો ત્યારે ઈકબાલ જામે બિભત્સ ગાળો ભાંડી ‘તું મારી સાથે કામે કેમ નથી આવતો’ તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસના ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.