રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ ભરાતી ફૂડ સ્ટ્રીટ (ખાઉ ગલી) તેમજ વિવિધ વિસ્તારોમાં રેકડીઓ રાખીને ચાઇનીઝ ફૂડ વેચતા વેપારીઓ પાસે ચટાકો લેવા જતા સ્વાદરસિયાઓ માટે એક અત્યંત ચોંકાવનારી અને લાલબત્તી સમાન હકીકત સામે આવી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખાને મળેલી ચોક્કસ માહિતીના આધારે મનપાની માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સ્થિત ‘ભારતી ફૂડ્સ એન્ડ બેવરેજીસ’ નામની પેઢી પર સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા સ્થળ પરથી આશરે 800 કિલોથી પણ વધુ વાસી, પડતર અને ઢોર પણ ન સુંઘે તેવી અત્યંત હલકી ગુણવત્તાનો હક્કા નુડલ્સ (લુઝ)નો જંગી જથ્થો મળી આવ્યો હતો.
મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણી અને ડેઝીગ્નેટેડ ઓફિસર હાર્દિક મહેતાને એવી બાતમી મળી હતી કે, માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નં.46માં ભારતી ફૂડસ એન્ડ બેવરેજીસ નામની પે઼ઢીના યુનિગમાંથી શહેરની વિવિધ ખાણીપીણીની બજારો અને ચાઇનીઝ ફૂડની રેકડીઓ પર હલકી ગુણવત્તાના નુડલ્સ સપ્લાય કરવાનું એક તોસ્તાન નેટવર્ક ચાલી રહ્યુ છે. જેના આધારે દરોડો પાડવામા આવ્યો હતો. એ દરમિયાન તડકે સુકવવા મુકેલા હલકી ગુણવતાના નુડલ્સનો 800 કિલોથી વધુ જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થો નાશ કરી નુડલ્સના નમૂનાઓ એકત્ર કરી વધુ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે જ પેઢીના સંચાલકો પાસેથી સ્થળ પર જ રૂૂપિયા 10,000નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
રાજકોટ મનપાની આ કાર્યવાહીથી અખાદ્ય અને હલકી ગુણવત્તાનું ચાઇનીઝ ફૂડ વેચતા વેપારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, આરોગ્ય વિભાગે શહેરીજનોને પણ અપીલ કરી છે કે બહારનું ખુલ્લું અને ચાઇનીઝ ફૂડ ખાતી વખતે ખાસ સાવચેતી રાખવી, કારણ કે સ્વાદના ચટાકામાં આરોગ્ય જોખમાઈ શકે છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત પેઢી સામે વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નુડલ્સને તડકામાં સૂકવીને સીધા બજારમાં ધાબડી દેવામાં આવતા હતા
હલકી ગુણવતાની નુડલ્સનો સડેલો ભાગ દેખાય નહીં એ માટે ખાસ પ્રકારની ટ્રીટમેન્ટથી તેને ધોવામાં આવ્યા બાદ તડકે સુકી દેવામા આવતી હતી. બાદમાં સ્હેજ એવી કુરકુરી થાય એટલે લુઝમાં પેકીંગ કરીને અલગ અલગ વિસ્તારોની ફૂડ બજારમાં રેકડીઓમાં બાંધેલા ધંધાર્થીઓને સપ્લાય કરવામા આવતુ હોવાની ફૂડ શાખાની પ્રાથમિક તપાસમાં ભાંડાફોડ થયો છે.
ધી વાઇટ કેફેમાંથી વાસી ફૂડ, મા વૈષ્ણવી કેળા વેફરમાંથી મળ્યુ દાઝેલુ તેલ
શહેરના કાલાવડ રોડ પર ભગીરથ ગ્રેનાઇટ પાસે આવેલા ધી ફેમસ કાફેમાં ફૂડ શાખાએ પાડેલા દરોડા દરમિયાન 31 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. તડપર સડેલુ શાકભાજી, એક્સપાયરી ડેટના પીઝા બેઝ, વાસી નુડલ્સ અને મન્ચ્યુરન સહિતનો આ જથ્થો નાશ કરવામા આવ્યો હતો. એટલુ જ નહીં કાફેમાં ગંદકી પણ ખદબદતી હતી. મનપાએ દંડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ(પરાબજાર)માં આવેલા મા વૈષ્ણવી કેળા વેફરમાં દાઝિયા તેલમાં વેફર બનતી હોવાનું દરોડા દરમિયાન પકડાતા દંડ ફટકારાયો હતો.
આટલી જગ્યાએથી નમૂના લેવાયા
સાંગણવા ચોકમાં કોટક શેરી નં.2માં આવેલા ભરત ફરસાણ નામના ગૃહ ઉદ્યોગમાંથી સેવ, હળદર, બેસનના નમુના લેવાયા કિસાનપરા ચોક નજીક નવજીવન કો-ઓપરેટિવ હાઉસીંગ સોસાયટીમાં લાભ એન્ક્લેવમાં આવેલા કેફેટો રેસ્ટોરેન્ટમાંથી ગોપી બ્રાન્ડ મલાઇ પનીર માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે.ડી.એન્ટરપ્રાઇઝ પેઢીમાંથી (BAILLEY PACKAGED DRINKING WATER) એક લીટરની બોટલ
