નભો મંડળમાં આજે રેડમૂન સાથેનો ચંદ્રગ્રહણનો નજારો નિહાળી શકાશે

ખગોળીય ઘટના ની દ્રષ્ટિએ આજે 3, માર્ચ 2026ને મંગળવાર ના રોજ સિંહ રાશિમાં માં થનાર ચંદ્ર ગ્રહણ ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર,…

ખગોળીય ઘટના ની દ્રષ્ટિએ આજે 3, માર્ચ 2026ને મંગળવાર ના રોજ સિંહ રાશિમાં માં થનાર ચંદ્ર ગ્રહણ ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક, હિંદ મહાસાગર, ઇસ્ટ યુરોપ વગેરે જગ્યાએ ખગ્રાસ ચંદ્રગ્રહણ સ્વરૂૂપે દેખાશે. આ ચંદ્ર ગ્રહણ ની શરૂૂઆત 15.20 કલાકે થશે, મધ્ય 17.03 કલાકે થશે, અને મોક્ષ 18.48 કલાકે થશે. જ્યારે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચંદ્ર ઉગવા નો સમય 18.55 કલાક નો છે.

એટલે આપણે ત્યાં ચંદ્ર ક્ષિતિજ પર આવશે ત્યાર પહેલાં ગ્રહણ પૂર્ણ થઇ ગયું હશે. જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સરળ લીટી માં ગોઠવાઈ અને સૂર્ય માંથી નીકળતો પ્રકાશ પૃથ્વી દ્વારા અવરોધાય ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે. પૃથ્વી નું વાતાવરણ વાદળી રંગ નું શોષણ કરી લાલ રંગ ને ચંદ્ર પર પહોંચાડે છે, જેથી ચંદ્ર લાલ તાંબા જેવા રંગનો દેખાશે. જેને બ્લડ મુન પણ કહેવાય છે. સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ ની અવધિ 58 મિનિટ ની રહેશે. મુંબઈ અને આસપાસ આ ગ્રહણ આંશિક સ્વરૂૂપે દેખાશે. હવે પછી આ પ્રકારનું ચંદ્ર ગ્રહણ 2028 ના વર્ષમાં દેખાશે.