રાષ્ટ્રીય
ફરવા ગયેલાં યુવક પર દીપડાએ કર્યો હુમલો, જુઓ ઘટનાનો LIVE વિડીયો
મધ્યપ્રદેશના શાહડોલમાં દીપડાના હુમલાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો ખુલ્લા મેદાનમાં ઉભા રહીને દીપડાનો વીડિયો બનાવી રહ્યા છે. આ દરમિયાન અચાનક દીપડાએ યુવકો પર હુમલો કર્યો. દીપડાને પોતાની તરફ આવતો જોઈ બધા ભાગી જાય છે. જો કે, તે દરમિયાન એક યુવક જમીન પર પડી ગયો અને દીપડાને તેને પકડી લીધો. ત્યારાબ્દ તેના અન્ય સાથીઓ ચીસો પાડે છે અને દીપડો તેને છોડીને ભાગી જાય છે.
આ ઘટના શાહડોલ જિલ્લાના મુખ્યાલય નજીક મેડિકલ કોલેજ નજીક સ્થિત સોન નદી ખતૌલી છોભા ઘાટ પર બની હતી. અહીં દીપડાના હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ત્રણેય પિકનિક માટે ગયા હતા. આ દરમિયાન આકાશ કુશવાહા, નીતિન સમદરિયા, નંદિની સિંહને ઈજાઓ થઈ છે. જેમાંથી નીતિન સમદરિયાની હાલત નાજુક છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી દીપડોના આટાફેરા જોવા મળ્યા હતાં. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા ના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. વન વિભાગના અધિકારીઓ લોકોને જંગલ વિસ્તારમાં ન જવા સૂચના આપી રહ્યા છે.
વાઘે ગામના લોકો પર પણ હુમલો કર્યો છે. વાઘના હુમલામાં ત્રણ ગ્રામજનો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાઘના હુમલામાં ગ્રામજનો જાનકીબાઈ, જીવન લાલ સિંહ, ધરમ સિંહ ઘાયલ થયા હતા. ઘણા દિવસોથી ગામમાં ફરતા દીપડાના કારણે લોકો ગભરાટમાં છે અને ઘરની બહાર નીકળતા પહેલા જ ડરી ગયા છે. મોટાભાગના લોકો પોતપોતાના ઘરમાં જ રહ્યા છે.