Site icon Gujarat Mirror

ડાકણનો આરોપ મૂકનાર મહિલાનો ભાંડાફોડ કરતું જાથા

જેલીબેન આહીરને સવારી આવતા ડાકણનો ખોટો આરોપ મૂકયો, અંતે માફી માગી: વિજ્ઞાન જાથાનો 1258મો સફળ પર્દાફાશ


ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને દરગાહમાં હાજરી આવતા પરિવારની બે નિર્દોષ મહિલા ઉપર ડાકણનો આરોપ મુકતા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી 1258 મો સફળ પર્દાફાશ કર્યો હતો. જેલીબેન ભગુભાઇ આહિરે ભુલ કબુલી, માફી માંગતા મામલો થાળે પડયો હતો. કીમ પાસેની દરગાહ સંબંધી જાથાને ચોંકાવનારી માહિતી મળી હતી. માનસિક દર્દીઓ મોતને પૈગામ આપવાને તિલાંજલિ આપી મેડિકલ સારવાર લેવા સંબંધી પીડિતોને સલાહ આપી હતી.


બનાવની વિગત પ્રમાણે ભરૂચના કલાદરા ગામના પરેશ આહિર અને ઠાકોરભાઇએ પોતાની આપવિતીમાં માહિતી આપી કે અમારા કુટુંબીજન જેલીબેન ભગુભાઇ પરિવાર અવારનવાર કીમ પાસેની દરગાહમાં ગુરૂવાર ભરવા જાય છે ત્યા તેમને હાજરી સવારી આવતા મારી મમ્મી જશુબેન ઉર્ફે જશીબેનનુ નામ ડાકણ જાહેર કરી દેવીબેન બંને મેલીવિદ્યા જાણે છે. રાત્રિના બંને બિલાડી, ઉંદરડીનુ રૂપ ધારણ કરી બધાને હેરાન, અશાંતિ કરે છે. ઘરમાં અજુગતુ બને તેમ છે. કોઇકનો જીવ જાય તે પહેલા સત્યનુ ઉજાગર કરવા અને મારી મમ્મી સહિત મહિલા નિર્દોષ છે, કંઇપણ જાણતા નથી. મેલીવિદ્યા શું કહેવાય તે ખબર નથી. ઇર્ષા, દ્વેષ અને સમાજમાં બહિષ્કૃત કરવા અમારુ નામ જાહેર કરેલ છે.


જાથાની ટીમના સદસ્યો દરગાહમાં હાજર હોય, જેલીબેન ઉપર દેખરેખ રાખતા હતા. દરગાહની બહાર આવતાની સાથે કલાદરા ગામના બંને આહિર પરિવારો ભેગા થઇ ગયા. જેલીબેન બહાર આવતાની સાથે પરિસ્થિતિનો તાગ મળી જતા ધૂણવા લાગ્યા, ઠેકડા મારવા લાગ્યા, હાથમાં રહે નહિં તેવી કુદાકુદ કરી. મહિલા પોલીસ તેમજ જાથાની મહિલા સદસ્યએ પકડીને ગાડીમાં માંડ માંડ બેસાડયા, ત્યા પણ ધુણવાનુ ચાલુ રાખ્યુ. ખોટી ધુણતી હોય કડક શબ્દોમાં વાત કરતા શાંત પડી ગઇ તેમના પરિવારોને પાલોદ પો. ચોકીએ પહોંચી જવાનુ જણાવ્યુ.


જાથાના જયંત પંડયાએ બધા વચ્ચે પરિચય આપી ડાકણનો આરોપની સાબિતી માંગી, ગુન્હા સંબંધી વાત કરી. જેલીબેનના પતિ, દિકરો સંજય માફી માગવા લાગ્યા. જેલીબેન ખોટું બોલ્યા છે, પોતે કબુલી લીધુ કે મેં ઇર્ષા અને દ્વેષને કારણે ખોટું નામ લીધુ છે. મને કોઇ હાજરી, સવારી આવતી નથી. કબુલાત આપી દીધી.

Exit mobile version